________________
રચના-સમય-આ તેમ જ બીજી બે ચોવીશી પણ ક્યારે રચાઈ તેનો એમાં ઉલ્લેખ નથી. ઉપાધ્યાયજીની કોઈ અન્ય કૃતિમાં આ ત્રણ ચોવીશીમાંથી એકેનો નિર્દેશ હોય એમ જાણવામાં નથી. આવી પરિસ્થિતિમાં પ્રત્યેક ચોવીશીનાં સ્તવનો રોજ એકેક રચાયાં કે કેમ એનો ઉત્તર કેવી રીતે અપાય?
પૌર્વાપર્ય-ચોવીશીઓનું પૌર્વાપર્ય નક્કી કરવા માટે કોઈ સાધન જણાતું
નથી.
નામનિર્દેશ-કર્તાએ પ્રાયઃ પ્રત્યેક સ્તવનના અંતમાં ‘જશ' શબ્દ વડે પોતાનું નામ જણાવ્યું છે. એમનું સાંસારિક નામ ‘જશવંત' હતું તેનું આ સંક્ષિપ્ત રૂપ છે. બીજી રીતે વિચારીએ તો ‘યશોવિજય' માનાં ‘યશસ્’નો ગુજરાતી
પર્યાય ‘જશ’ છે.
કર્તાએ પોતાના ગુરુનું નામ નયવિજય ઘણીખરી વાર આપ્યું છે અને એ રીતે એમનું સ્મરણ કર્યું છે. વિશેષમાં ઘણાખરાં સ્તવનોમાં કર્તાએ પોતાનો ‘વાચક’ તરીકે ઉલ્લેખ કર્યો છે. તો ‘વાચક’ બન્યા પછીની આ કૃતિઓ ગણાય.
:૩:
વિલક્ષણતા-બીજી ચોવીશીમાં પણ ૨૪ સ્તવન છે. એમાં ૨૨મું સ્તવન ‘હિન્દી’ ભાષામાં છે. એ આ ચોવીશીની વિલક્ષણતા ગણાય.
પરિમાણ-ઘણાંખરાં સ્તવનો ત્રણ ત્રણ કડીનાં છે. શ્રીકુંથુનાથનું સ્તવન ચાર કડીનું, શ્રીશાન્તિનાથ, શ્રીપાર્શ્વનાથ અને શ્રીમહાવીરસ્વામીનાં સ્તવનો પાંચ પાંચ કડીનાં અને શ્રીનેમિનાથનું સ્તવન બાર કડીમાં છે, જ્યારે બાકીનાં ઓગણીસ સ્તવનો ત્રણ ત્રણ કડીનાં છે. આમ આ ચોવીશીમાં કુલ્લે ૮૮ કડીઓ
છે.
દેશી, ઢાળ અને રાગ-સોળ સ્તવનો માટે દેશીનો, છને માટે ઢાળનો અને બે માટે રાગનો ઉલ્લેખ છે. શ્રીપાર્શ્વનાથના સ્તવન માટે ‘ઢાલ ફાગની’ એમ કહ્યું છે.
નવમું અને પંદરમું સ્તવન ‘માર’ રાગમાં છે. વિશિષ્ટતા-શ્રીપદ્મપ્રભનાથના સ્તવનમાં મુક્તિને મોદક(લાડુ)ની ઉપમા અપાઈ છે. એમાં જિશાસનને પાંતિ (પંગત) કહી છે અને સમ્યક્ત્વને થાળ (મોટી થાળી) કહ્યો છે.
શ્રીશાન્તિનાથનું સ્તવન વિરોધાભાસનું સુંદર દષ્ટાંત પૂરું પાડે છે. રાગ અને દ્વેષથી રહિત હોવા છતાં એ જિનેશ્વર ચિત્તને આંજે છે. એમને શિરે છત્ર છે
ચીરીઓ ૧૧૩