________________
વાયક યશોવિજયજીની ચોવીશીઓ,
પ્રો. હીરાલાલ ૨. કાપડિયા
L: ૧: ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય યશોવિજયગણિએ સંસ્કૃત, પાઈય (પ્રાકૃત), ગુજરાતી અને હિન્દી - એમ ચાર ભાષામાં કૃતિઓ રચી છે. એમણે ઐન્દ્રસ્તુતિમાં કૌશલિક શ્રી ઋષભદેવથી માંડીને તે આસન્નોપકારી શ્રીમહાવીરસ્વામી સુધીના ચોવીસ તીર્થંકરોની સંસ્કૃતમાં સ્તવના કરી છે. આવું કાર્ય એમણે આ ચોવીસ તીર્થંકરોને અંગે ગુજરાતીમાં કર્યું છે – એકેક તીર્થકરના ગુણગાનરૂપે એકેક સ્તવન રચ્યું છે. આમ જે ચોવીસ સ્તવનોની એમણે રચના કરી છે તેને “ચોવીશી' કહે છે. એમણે એકંદર ત્રણ ચોવીશીઓ રચી છે. એનો સંક્ષિપ્ત પરિચય હું આ લેખ દ્વારા આપું છું.
.: ૨ : ગૂર્જર-સાહિત્ય-સંગ્રહના પ્રથમ વિભાગમાં ઉપર્યુક્ત ત્રણે ચોવીશીઓને સ્થાન અપાયું છે અને તે પણ સૌથી પ્રારંભમાં. પહેલી ચોવીશીની શરૂઆત જગજીવન જગવાલો” રૂપ આદિપદથી અલંકૃત શ્રીઆદીશ્વરના - ઋષભદેવના સ્તવનથી કરાઈ છે અને એ ચોવીશીનો અંત “ગિરુઆરે ગુણ તુમ તણા' થી શરૂ થતા અને મારી (સ્વર્ગસ્થ) માતાના મુખથી મેં નાનપણમાં અનેક વાર સાંભળેલા મહાવીર-સ્તવનથી કરાઈ છે.
પરિમાણ-આ ચોવીસ સ્તવનો પૈકી ઘણાંખરાં પાંચ પાંચ કડીનાં છે. વિશેષ ચોકસાઈથી કહેવું હોય તો શ્રીઅભિનંદનનાથ, શ્રીવિમલનાથ અને શ્રીનેમિનાથનાં સ્તવનો છ છ કડીનાં છે. શ્રીપાર્શ્વનાથનું સ્તવન ત્રણ કડીનું છે અને બાકીના વીસ તીર્થંકરોનાં સ્તવનો પાંચ પાંચ કડીનાં છે. આમ આ આદ્ય ચોવીશીમાં એકંદર ૧૨૧ કડી છે.
દેશી અને રાગ ચોવીસ સ્તવનોમાંથી પહેલાં બાવીસને અંગે “દેશીનો ઉલ્લેખ છે. શ્રી પાર્શ્વનાથનું સ્તવન “મહાર' રાગમાં છે અને શ્રી
હિસ્સવોનાણીયો ના