________________
અધ્યાત્મમત પરીક્ષા તથા તેનું ખંડન, ઉપદેશરહસ્ય, જ્ઞાનાર્ણવ, નયોપદેશ, કૂપ દષ્ટાન્ત વિશદીકરણ, ઘર્મોપદેશ, સામાચારી પ્રકરણ વગેરે. અન્યોના ગ્રંથો પરની તેમની ટીકાઓ પૈકી ખ્યાત છે – કમ્મપયડિ બૃહટીકા; સ્યાદ્વાદરહસ્ય; અષ્ટસહસ્ત્રી-ટીકા; પાતંજલયોગસૂત્ર ટીકા; વગેરે. અન્ય સ્વતંત્ર રચનાઓ છે - અધ્યાત્મસાર; અધ્યાત્મોપનિષદ્, અનેકાન્ત વ્યવસ્થા; જૈન તર્ક ભાષા; જ્ઞાનબિન્દુ; સપ્તભંગીનયપ્રદીપ, ન્યાયાલોક; યતિલક્ષણસમુચ્ચય; વગેરે. એકસોથી વધુ ગ્રંથો રચનાર યશોવિજયજીના કેટલાક ગ્રંથો અદ્યાપિ અનુપલબ્ધ છે. આ રીતે જ્યોતિષ, વ્યાકરણ, તર્ક, નબન્યાય, સાહિત્ય, અલંકાર, યોગ, છંદ, દર્શન, નય, આચાર વગેરે અનેક વિષયો પર અનેકવિધ ઉચ્ચ કોટિના ગ્રંથોની રચના કરીને આ મહાપુરુષ અદ્યાપિ ખરેખર વિદ્યમાન છે.
ગ્રંથો દ્વારા, પોતાના જીવન દ્વારા, ઉપદેશો અને વ્યાખ્યાનો દ્વારા ઉપાધ્યાયજીએ ભદ્રાત્માઓને, સંસારી જનોને અસાર સંસારની વિષમતાઓનો બોધ કરાવ્યો છે, મોક્ષમાર્ગનું ભારે મહત્ત્વ સમજાવ્યું છે. અનેક વિરોધીઓની સાથે વિવિધ વિષયો પર શાસ્ત્રાર્થ કરીને જૈન શાસન તથા ભારતીય સંસ્કૃતિનો ધ્વજ સર્વત્ર ફરકાવ્યો છે. તેમની મેધાવી પ્રતિભાથી ઝંકૃત લેખિની દ્વારા સર્જેલ, સંશોધિત અને પરિપ્લાવિત સાહિત્ય આજે પણ ભારતીય જ્ઞાનગિરા અને સંસ્કૃતિનું વિલક્ષણ અંગ છે. અદ્યાપિ અપ્રાપ્ત પરંતુ નિર્દિષ્ટ ઉપાધ્યાયના ઘણા ગ્રંથો શોધવાના છે, તે ઉપરાંત તેમના ઉપલબ્ધ ગ્રંથરત્નો પર ઘણું ઘણું સંશોધન કરવું જરૂરી છે.
શ્રી યશોવિજયજી મહારાજ પોતાના ભવ્ય જીવનને અંતે વિ.સં. ૧૭૪૩માં દર્ભાવતીની પવિત્ર ભૂમિ પર સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા.
આ મહાપુરુષને કોટિ કોટિ વંદન કરીએ. તેમના જીવન અને કવનમાંથી અનેક ઉપદેશો જીવનમાં ઉતારીએ અને યાદ રાખીએ કે “મહાપુરુષોના જીવનમાર્ગને પૂરેપૂરો ન અનુસરી શકાય, તો તેનું સ્વલ્પ અનુસરણ પણ કરવું, કારણ તેમના માર્ગે ગતિ કરનાર કદી ક્ષીણ થતો નથી. આનું કારણ એ છે કે તમામ મહાપુરુષોનાં જીવન આપણને યાદ આપે છે કે આપણે પણ આપણા જીવનને ભવ્ય બનાવી શકીએ અને વિદાયવેળાએ સમયની રેત પર પગલીઓ પાડી જઈએ.”
યશોભારતી u ૯૪