________________
બતાવવું જોઈએ.
•ક્રિયાયોગ શુદ્ધિ વિભાગ-૩ : ખુદ તીર્થકર ભગવાન કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ વાહનમાં બેસીને મુસાફરી નહીં કરતાં પગે ચાલીને જ વિહાર કરે છે, યાવત બધી જ મુનિચર્યાઓનું લગભગ પાલન કરે છે. એનાથી ક્રિયાયોગ કેટલો મહત્ત્વનો છે તે સમજાય છે, પણ જ્ઞાનયોગની વાતો એટલી સોહામણી છે કે એ ભલભલા સાધકોને વિભ્રમમાં નાખી દે છે. “અધૂરો ઘડો છલકાય' એ કહેવત અનુસાર આજે પણ દેખાય છે કે કેટલાય સાધકો અનુભવજ્ઞાન, નિરાલમ્બન યોગ કે ધ્યાન-અધ્યાત્મના નામે ક્રિયાયોગને સર્વથા ત્યજી દઈ ત્રિશંકુદશામાં મુકાઈ જાય છે. કેટલાક તો એમ પણ માનતા થઈ જાય છે કે યોગ અને ધ્યાનમાં આપણે તો ચઢી ગયા, એટલે હવે આચરણશુદ્ધિની કોઈ કિંમત નથી. તેવાને ચીમકી આપતાં પૂ. ઉપા. મહારાજ કહે છે કે અદ્વૈતતત્ત્વબોધમાં લીન થયેલાઓ પણ જે સ્વછંદ આચરણ કરે તો પછી અશુચિભક્ષણ કરતાં કૂતરાઓ અને એ કહેવાતા તત્ત્વજ્ઞાનીઓમાં શું તફાવત રડ્યો?! ખરેખર જેઓ તત્ત્વજ્ઞાની હોય છે તેમના જીવનમાં ક્યારેય એવી સ્વછંદ પ્રવૃત્તિઓને સ્થાન હોતું નથીસ્વભાવથી જ તેઓ યથાશક્ય શુભપ્રવૃત્તિઓમાં આદરવાળા હોય છે.
કેટલાક એમ સમજે છે કે “જો ભાવ હાજર હોય તો પછી ક્રિયા નકામી છે, કારણ કે ક્રિયાથી પણ આખરે તો ભાવ જ લાવવાનો હોય છે. જે ભાવ ના હોય તો એકલી ક્રિયાનો પણ કાંઈ અર્થ નથી-આમ બંને રીતે ક્રિયા નકામી, છે.'- આની સામે ઉપાધ્યાયજી કહે છે કે ભાવ વગરની ક્રિયા પણ ભાવને સિદ્ધ કરવા માટે ખૂબ ઉપયોગી છે અને ભાવ હોય તો તેને સ્થિર અને પુષ્ટ બનાવવા માટેય ક્રિયા ઉપયોગી છે. આમ બંને રીતે ક્રિયાનું મહત્ત્વ છે. ક્રિયાયોગના સમર્થન માટે ત્યાં સુધી કહ્યું છે કે ક્રિયા વગરનું જ્ઞાન સાવ નિરર્થક છે, બોજરૂપ છે. રસ્તાના જ્ઞાન માત્રથી ઈચ્છિત સ્થાને પહોંચાતું નથી, પણ ઇચ્છિત સ્થાનની દિશામાં ગતિક્રિયા કરવાથી જ ત્યાં પહોંચાય છે. બળતા દીવામાં પણ જો. તૈલપુરણક્રિયા યોગ્ય સમયે ન થાય તો એ દીવો ધીમે ધીમે બુઝાઈ જાય છે. તે રીતે યોગ્ય ક્રિયા વિના ભાવનો દીપ પણ બુઝાઈ જવાની શક્યતા રહે છે. આ સંદર્ભમાં ઉપાધ્યાયજીએ એક તાત્ત્વિક ચર્ચા પ્રસ્તુત કરી છે.
વેદાન્તી વગેરે કહે છે કે “અજ્ઞાન અને જ્ઞાન અન્યોન્ય વિરોધી હોવાથી | જ્ઞાનથી જ અજ્ઞાનનો નાશ થાય, માટે ક્રિયા નિરર્થક છે'- તેની સામે ક્રિયાવાદી
યોભારતી n પ૦૦