________________
માટેની યોગ્યતા ખીલવવાનો રાજમાર્ગ પ્રભુદર્શન છે.
જીવોમાં કર્મજન્ય જે વિષમતાઓ અને વિચિત્રતાઓ હોય છે, તેની ઉપેક્ષા કરીને તેમના સત્તાએ શુદ્ધઆત્મા તત્ત્વને અપનાવવાની ક્ષમતા પૂર્ણદૃષ્ટિવાળા સાધકમાં હોય છે. તેથી જ જીવોના દોષો-દુર્ભાવો પ્રત્યે તે મધ્યસ્થ રહી શકે છે.
આવું માધ્યસ્થ, પૂર્ણદષ્ટિનો ઉઘાડ થયા પછી જ વાસ્તવિક રૂપે આવે છે, એમ ઉક્ત સ્તવન-પંક્તિમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે.
જંગલમાં ભલે કાંટા-કાંકરા હોય, પણ જેણે પગમાં ઉપાનહ–જોડાં ધારણ કર્યાં છે, તેને તે વાગતા નથી. જે ભક્તાત્મા પ્રભુના પ્રેમમાં છલોછલ બને છે, પ્રભુના ધ્યાનમાં તદ્રુપ બને છે, તેના અન્તરાત્મામાં સમસ્ત જીવો પ્રત્યે એકસરખો પ્રેમપ્રવાહ વહેતો થાય છે, આત્મતુલ્ય ભાવ પ્રગટ થાય છે. આ પાપી, આ પુણ્યશાળી, આ તિર્યંચ કે આ મનુષ્ય એવો કોઈ ભેદ રહેતો નથી.
જીવોની કર્મજન્ય વિષમતાઓ તેને જ ડંખે છે, ખટકે છે, જેણે પૂર્ણદષ્ટિરૂપ ઉપાનહ પહેર્યાં નથી.
સાધકને-ભક્તાત્માને પૂર્ણત્વની ટોચે લઈ જનાર પ્રભુ-પ્રેમ છે. આ પ્રભુ-પ્રેમીના ઉદ્ગાર કેવા હોય છે, તે નીચેની ગાથામાં ઉપાધ્યાયજી મહારાજે વણ્યા છેઃ
‘ભયો પ્રેમ લોકોત્તર જુઠો-લોકબંધ કો ત્યાગ
કણે કોઉ કછુ હમ નવિ રૂચે, છૂટી એક વીતરાગ ’
પ્રભુ-પ્રેમ એ લોકોત્તર પદાર્થ છે, ભાવ છે. દુન્યવી સર્વ પ્રકારના પ્રેમથી એ નિરાળો છે.
એક પરમાત્મા સિવાય, મનને ઠરવાનું બીજું કોઈ સ્થાન નથી, એ હકીકતનો સ્વીકાર કરીને જે આત્મા-પરમાત્માના પ્રેમમાં રંગાય છે, પ્રભુને સમર્પિત થાય છે, તેનું જીવન આનંદમય બની જાય છે.
પ્રભુપ્રેમની આગવી વિશિષ્ટતા એ છે કે તેના પ્રેમીને કોઈ ઉપાધિ કે કોઈ બંધન નડતાં નથી. નિરૂપાધિક અને નિર્બંધન છે પ્રભુ-પ્રેમ જ્યારે દુન્યવી પ્રેમને ઉપાધિ અને બંધન વળગેલાં જ હોય છે.
દુન્યવી પદાર્થો, સંબંધો અને સુખોનો પ્રેમી જેમ જેમ પ્રેમ કરે છે, તેમ તેમ તે ઉપાધિઓ અને બંધનોથી ઘેરાતો જાય છે.
પ્રભુ-પ્રેમની આ લોકોત્તરતા જેણે અનુભવી છે, એ જ મુક્ત મનથી આવું
પણ ચગ ૪ ૧૦E