________________
તેને તેવો જ પૂર્ણ બનાવે છે:
ધ્યાતા બેય ભયે દોઉં એક હું, મિટ્યો ભેદકો ભાગી
કુલ વિદારી છલે જબ સરિતા, તબ નહીં રહત તડાગા' આષાઢી મેઘની પૂર્ણ જળ-ધારાને ઝીલીને વહેતી સરિતા ભેદની સર્વ મર્યાદાઓને આંબીને નિબંધપણે ઘસમસતી સર્વત્ર જળબંબાકાર કરી મૂકે છે, ત્યારે તળાવોની હસ્તી મટી જાય છે, અર્થાત્ નદીના પૂર-પ્રવાહના માર્ગમાં આવતાં તળાવો વગેરે પણ નાનકડાં જળાશયોરૂપે ન રહેતાં સર્વત્ર પાણી જ પાણી થઈ જાય છે. એટલે આ પૃથ્વી અને આ પાણી, આ તળાવ અને આ નદી એવા ભેદ રહેતાં નથી.
તેમ પ્રભુ-પ્રેમામૃતના સતત પાન વડે જ્યારે સર્વ પ્રાણો સહિત ભક્તની સમગ્રતા પુષ્ટ થાય છે, ત્યારે એવી અભેદદષ્ટિ અર્થાતુ પૂર્ણદષ્ટિ ખીલે છે.
સાધકની આ પૂર્ણદષ્ટિનું રહસ્ય છતું કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે:
પૂરણ મન સબ પૂરણ દિસે, નહીં દુવિધાનો લાગી
પાઉં ચલત પનહી જે પહેરે, તસ નહીં કંટક લાગે છે'
જ્યારે ધ્યાતા, ધ્યેય પરમાત્મા સાથે એકાકાર બને છે, ત્યારે તેને પોતાનો | આત્મા પૂર્ણ દેખાય છે,અનુભવાય છે અને તે જ પૂર્ણદષ્ટિ વડે તેને સમગ્ર વિશ્વના જીવો પણ સત્તાએ પૂર્ણ જણાય છે.
'सच्चिदानंद पूर्णेण, पूर्णं जगदवेक्ष्यते'
“જ્ઞાનસાર-પૂર્ણતાષ્ટકમાં ગુંજતો પૂ. ઉપાધ્યાયજી મ.નો આ ઉદ્ઘોષ ઉક્ત હકીકતને જ સમર્થન આપે છે.
ભેદના કેટકેટલા પડ બાડ્યા છે, આપણી દષ્ટિ પર, બુદ્ધિ પર! તેને દૂર કરવાનો સાચો ઉપાય છે, પૂર્ણ પ્રેમસ્વરૂપ વાત્સલ્યમય પરમાત્માને અનન્યભાવે સમર્પિત થવું તે જ સાચો પ્રભુ-પ્રેમ છે. જે પ્રેમ ભક્તાત્માને પૂર્ણતા ભણી લઈ જાય છે.
બીજામાં રહેલી પૂર્ણતાનું દર્શન, પૂર્ણદષ્ટિ પ્રાપ્ત કર્યા પછી જ થાય છે, થઈ શકે છે. પૂર્ણદષ્ટિવાળો સાધક કદી પણ કોઈ જીવને ધુતકારી કે તિરસ્કારી શકતો નથી.
પ્રભુદર્શનનો જે અગાધ મહિમા સર્વ આસ્તિક દર્શનકારોએ ગાયો છે, તેનું મૂળ કારણ આ પૂર્ણદષ્ટિની ભૂલ છે. પ્રભુની આંખે જગતના જીવોને જેવા
- પરોભારતી D ૧૦૬