________________
વિદ્વાનને આ રીતે બહુમાન્યા. આ પછી બીજાં ચાર વર્ષ મીમાંસા ગ્રંથ વગેરેનો વિશદ અભ્યાસ મુનિશ્રીએ આગ્રામાં કર્યો.
કર્ણોપકર્ણ યશોવિજયજીની ગૌરવગાથા સતત સાંભળતા ગુજરાતના શ્રીસંઘ, સાધુસમુદાયે આગ્રહપૂર્વકનાં આમંત્રણ પાઠવ્યાં અને ગુરુ મહારાજશ્રી નયવિજયજી સાથે યશોવિજયજી ગુજરાતમાં પધાર્યા. રસ્તામાં અનેક સ્થળોએ પંડિતો સાથે જ્ઞાનગોષ્ઠી, શાસ્ત્રાર્થ અને વાદવિજય કરતાં યશોવિજયજી જાણે ક્ષણેક્ષણ શાસનની, જૈન ધર્મની, સમાજની સેવા કરતા હતા; લોકસંગ્રહ માટે સતત સચિંત અને સતર્ક હતા. યશોવિજયજીનાં દર્શન કરી રાજનગરના લોકો મુગ્ધ થયા, પંડિતોએ પણ તેમનું ખૂબ સન્માન કર્યું.
આ પછીની અતિ અગત્યની ઘટના છે તે સમયના રાજનગરના સૂબા મહોબતખાનની રાજસભામાં યશોવિજયજીના બહુમાનની. શ્રાવકસમાજ અને અમદાવાદના નગરજનોની હાજરી તથા મહોબતખાનની ઉપસ્થિતિમાં યશોવિજયજીએ અઢાર અવધાનની અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી. મહોબતખાન અને સૌ શ્રોતાસમુદાય મુગ્ધ થયો અને યશોવિજયજીની યશઃકથા સમગ્ર ગુજરાતમાં, ભારતભરમાં વિખ્યાત બની.
શ્રી યશોવિજયજીએ વીસ સ્થાનક તપની આરાધના કરી. સકળ શ્રીસંઘે પ્રવર્તમાન તપાગચ્છના નેતા આચાર્યશ્રી વિજયદેવસૂરિશ્વરજીને વિનંતી કરી અને યશોવિજયજીનું તપ પરિપૂર્ણ થતાં આચાર્યશ્રીના વરદ હસ્તે તેમનો ઉપાધ્યાયપદે અભિષેક થયો. વિ.સં. ૧૭૧૮માં યશોવિજયજી સકળ શ્રીસંઘના, જૈન સમાજના માનીતા ‘ઉપાધ્યાયજી' બની ગયા.
સમય જતાં ભલભલા વિદ્યાવિશારદને નિરુત્તર કરતી આ પ્રતિભાથી મુગ્ધ સમાજ કહેવા લાગ્યો કે ‘‘આ તો ‘કૂચલી શારદા' સાક્ષાત્ મૂછાળી સરસ્વતી છે ! યશોવિજયજીનું પોતાનું અનેકવિધ વિદ્યાગ્રંથોનું પઠન, મનન, ચિન્તન ચાલુ હતું. સાથે તેમના વરદ હસ્તે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં અનેક વિષયો પર નવાનવા ગ્રન્થો રચાતા જતા હતા. બીજી બાજુ શાસનસેવારત યશોવિજયજી અનેક મુનિવરોને પોતાના સમર્થ અધ્યાપનથી બહુશ્રુત
બનાવતા જતા હતા.
તર્કશાસ્ત્રથી અતિ સૂક્ષ્મ બનેલી બુદ્ધિના બળે ન્યાય ઉપરાંત આગમિક વિષયો પર, અનેકવિધ વિષયો પર તેમણે ગ્રન્થો રચ્યા. ચર્ચાસભાઓ યોજાય અને યશોવિજયજીની તલસ્પર્શી, યુક્તિ ઉપપત્તિયુક્ત વાણીથી સદીઓનાં વણ
યશોભારતી છ ૮૨