________________
લેવું અત્યંત જરૂરી બને છે.
શાસ્ત્રના નામે પ્રસિદ્ધ ગ્રન્થોની સંખ્યાનો કોઈ પાર નથી, માટે જેના તેના વચનને શાસ્ત્ર સમજી લઈને આગળ વધવામાં કાંઈ સાર નથી. જેણે જૂઠું બોલવાનું કોઈ જ કારણ શેષ નથી અને જે સર્વ તત્ત્વોના જ્ઞાતા છે, એવા વીતરાગ-સર્વજ્ઞનો ઉપદેશ એ જ ખરું શાસ્ત્ર છે.
આજે તો કેટલાક સમદાયો પોતપોતાના ગ્રન્થોને સર્વજ્ઞરચિત કહી રહ્યા છે ત્યારે એમાંથી ખરેખર સર્વજ્ઞરચિત શાસ્ત્ર કયું છે ? એ શોધી કાઢવા માટે ઉપાધ્યાયજી મહારાજે આ પ્રથમ વિભાગમાં વિસ્તારથી ત્રિવિધ શાસ્ત્રપરીક્ષાનું વર્ણન કર્યું છે.
પૂજ્યપાદ હરિભદ્રસૂરિમહારાજથી માંડીને પરવર્તી અનેક જૈનાચાર્યોએ પોતપોતાના ગ્રન્થોમાં આ કષ, છેદ અને તાપ એમ ત્રિવિધ શાસ્ત્રપરીક્ષાને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. જૈનાચાર્યો પોતે જે શાસ્ત્રના આધારે પ્રવર્તતા હોય છે-તે એમ ને એમ જ આંખો મીંચીને બીજાને સ્વીકારી લેવાનો આગ્રહ ન રાખતાં શાસ્ત્રપરીક્ષા પર ભાર મૂકે છે-એ તેમની આગવી વિશેષતા છે.
સુવર્ણને પ્રથમ કસોટીના પથ્થરથી કસવામાં આવે છે. પછી સહેજ છેદ પાડીને અંદરના ભાગની પરીક્ષા કરાય છે અને તે પછી છેલ્લી અને આકરી તાપપરીક્ષા એટલે કે અગ્નિપરીક્ષા કરાય છે. એમાં ઉત્તીર્ણ થનાર ધાતુને સાચા સુવર્ણ તરીકે ઓળખવામાં આવે છે.
આ રીતે શાસ્ત્ર પણ નિમ્નોક્ત ત્રણ કસોટીમાંથી ઉત્તીર્ણ થવું જોઈએ. એક વાત અત્રે ધ્યાનમાં લેવાની છે કે “શાસ્ત્ર' શબ્દની વ્યુત્પત્તિથી ફલિત અર્થ નીકળે છે શાસન અને ત્રાણ, આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે શુદ્ધ કર્તવ્યનું વિધાન કરવું તે શાસન અને લક્ષ્યવિરોઘી કૃત્યોથી બચાવવા માટે તેનો નિષેધ કરવો તે ત્રાણ. તાત્પર્ય, (૧) લક્ષ્ય સાથે સંગત એવા વિધિ-નિષેધ દર્શાવવા એ શાસ્ત્રનું મુખ્ય પ્રયોજન છે; અને એ કષનામની પહેલી કસોટી છે. આત્માને સુધારવાને બદલે વધુ વિકૃત કરે એવા વિધિ-નિષેધ દર્શાવનાર ગ્રન્થ આ પહેલી પરીક્ષામાં નાપાસ થઈ જાય છે:
(૨) વિધિ-નિષેધ દર્શાવ્યા બાદ તેના પાલન માટે અત્યંત ઉપયોગી, પોષક અને નિર્દોષ ક્રિયાઓ પણ શાત્રે દર્શાવવી જોઈએ. દા. ત., અબ્રહ્મસેવનનો નિષેધ કર્યા પછી સ્ત્રીપરિચયત્યાગ, વિકૃતાહારત્યાગ, સ્ત્રીકથાત્યાગ વગેરે યોગ્ય આચારો જો ન દર્શાવાય તો બ્રહ્મચર્યની સાધના સફળ
[ RHદનો પ્રસાદ
: