________________
ઉકેલાયા જટિલ તાત્ત્વિક પ્રશ્નો ઉકેલાય અને ગ્રંથો રચાતા જાય તથા એ બહુમૂલ્ય વારસો જળવાઈ રહે.
બે મહાનુભાવો સાથેના સંપર્કથી ઉપાધ્યાયજીના વ્યક્તિત્વ પર ઊંડો પ્રભાવ પડ્યો, તેનો ઉલ્લેખ કરવો અહીં યોગ્ય થશે. તપાગચ્છના આચાર્ય મહારાજ શ્રી વિજયસિંહ સૂરીશ્વરજી મહારાજે ઉપાધ્યાય યશોવિજયજીની વિચા૨-સરણીને અંતર્મુખ થવાનો ઇશારો આપ્યો અને તેમને પ્રતીતિ થઈ કે આધ્યાત્મિક સંસ્પર્શવાળી વિદ્વત્તા જ સ્વ-પર ઉભયને ઉપકારક નીવડી શકે છે. અને પુણ્યશ્લોક શ્રી આનંદધનજી મહારાજ સાથેના સમાગમથી તેમના જીવનમાં આ અંતર્મુખતાનો રંગ વિશેષ ઘેરો બન્યો અને યશોવિજયજીનાં કવિત્વ, પ્રતિભા, વિદ્વત્તાને અનેરો વળાંક પ્રાપ્ત થયો.
પૂ. યશોવિજયજી ગ્રંથો રચે, ઉપદેશો આપે, શાસનસેવા કરે, સાથે આત્મોત્થાનને એટલું જ મહત્ત્વ આપે. આત્મજ્ઞાન અને સમ્યક્ દર્શન તેમના આત્મોત્થાનના પ્રયત્નોના પાયામાં હતાં. ‘આથી જ તેમના ગુજરાતી આદિ ભાષામાં રચાયેલાં સ્તવનો-સ્તુતિ-રાજ્ઝાય-૨ાસો વગેરે ભક્તિરસથી છલોછલ ભરેલાં દેખાય છે.’’ તેઓશ્રીની વ્યાખ્યાનની સ્થાપનપદ્ધતિ પણ વિલક્ષણ હતી. પૂર્વપક્ષનું ખંડન, સિદ્ધાંતી તરીકેની પોતાની તાર્કિકતા તો સતત ચાલે. વિરોધીની અસંગતિઓ બતાવતા જવું અને પોતાને માન્ય મતની વિસંગતિઓ આગળ આણતા જવું એ એમનું ખાસ લક્ષણ છે.
તેમને માન્ય બે વિરોધી મતો હોય તો તે પૈકી એકને એક સંદર્ભમાં અને બીજાને બીજા સંદર્ભમાં તેઓ સમજાવે. જે બાબતોનું ખંડન કરવું હોય તેનું ખંડન સમર્થ રીતે કરવું, છતાં તેમાં સૂક્ષ્મ અવગાહન કરીને. અને તેમની વાક્છટા તથા સ્વસ્થતા તો અનેરાં હતાં જ ! આ ઉપરાંત સમુચિત નયથી પ્રરૂપણા, શાસ્ત્રીય પદાર્થોનું અપૂર્વ સ્પષ્ટીકરણ તથા તેની નિર્દોષ વ્યાખ્યા, શાસ્ત્રીય રહસ્યોના સાચા તાત્પર્ય પર પ્રકાશ વગેરે તેમની વ્યાખ્યાનપદ્ધતિનાં લક્ષણો છે. તેમની કલમ અને લેખનપદ્ધતિ ધારદાર, વેધક, સચોટ, સ્પષ્ટ અને સૂક્ષ્મ છે.
મહોપાધ્યાય યશોવિજયજીના ગ્રન્થોનો ટૂંક પરિચય પણ આપણે મેળવીએ. તેઓ એક મહાન દાર્શનિક અને તાર્કિક છે, તેમના ન્યાયગ્રન્થોથી ખ્યાત છે. તેમને ગુજરાત એક તાત્ત્વિક અને ભક્તિરસપરાયણ કવિ તરીકે પણ જાણે છે. ઘણીયે વખત પોતાના સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રન્થો પર તેમણે સ્વોપન્ન ટીકાઓ રચી છે. આવા તેમના અતિ અગત્યના દાર્શનિક ગ્રન્થો છે
ઉપાધ્યાયજી ઈ ૯૩