________________
ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ ઉપાધ્યાય
મુનિ શ્રી અનંતચંદ્રવિજયજી મ.
પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે.” મહાપુરુષોને આ ઉક્તિ લાગુ પાડીએ ત્યારે એ પણ સત્ય છે કે આ મહાપુરુષો, તપસ્વીઓ હોય ત્યારે તેમનું સમગ્ર જીવન એક ખુલ્લી કિતાબ જેવું હોય છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્ર પછી ગુજરાતે જે બીજા એક અતિ ખ્યાત પંડિત, વિદ્વાન, ધર્મપુરુષ જૈન સમાજ અને ધર્મને તેમ જ ભારતીય જ્ઞાનગિરાને અને તે દ્વારા ભારતીય સંસ્કૃતિને અણમોલ રત્નરૂપે અર્પણ કર્યા, તે ઉપાધ્યાયશ્રી યશોવિજયજીને વંદન.
જ્ઞાનોત્થાન, ધર્મોત્થાન અને આત્મોત્થાનના ત્રિવેણીસંગમ સમા આ મહામુનિ પાટણ પાસે કનોડા ગામે સત્તરમી સદીમાં પ્રાકટ્ય પામ્યા. પિતા, નારાયણ અને માતા સૌભાગ્યદેવીની ઉત્કટ ઘર્મપરાયણતા તથા તદનુસારી પવિત્ર જીવનનો વારસો લઈને જન્મ્યા. તેમના ભાઈ પધ્ધસિંહ સાથે બાલ્યકાળના જસવંતને એવી પ્રીત હતી કે તેમના ગામમાં એ બંને રામલક્ષ્મણની જોડી તરીકે જાણીતા હતા.
શૈશવકાળની એક ઘટના. જસવંતને ખબર પડી, ત્રણ ચાર દિવસથી વરસાદ સતત વરસતો હતો અને માતા ભૂખી હતી.
“માતા ! તમે ભોજન કેમ લેતાં નથી?”
બેટા ! મારે વ્રત છે, તું જાણે છે. “ભક્તામર સ્તોત્ર'નું સાધ્વીજી મહારાજ પાસેથી શ્રવણ કર્યા વિના ભોજન લેવાય નહીં. વરસાદ અટકતો નથી. મારાથી “ભક્તામરસ્તોત્ર' સાંભળી શકાતું નથી.” “ઓહ એટલી વાત છે? તું કહે તો તને હું સંભળાવું.”
બોલ !” અને આંખો બંધ કરી, હાથ જોડી રાખી બાલ જસવંત ભક્તામર સ્તોત્ર
યશોભારતી 0 0