________________
પ્રબળ ઇચ્છા જેવું ભિખારીપણું બીજું એકે શોધ્યું જડે તેમ નથી. આપણા આ દેહમાં રહેલ ચેતનની અનંત શક્તિનો અનુભવ કરાવીને જીવનને આનંદ મંગળથી ભરી દેવાનો સંદેશ ભારતીય સંસ્કૃતિમાં છે. તે બીજી કોઈ ધરતીમાં ધરબાયેલું નથી, માટે એમના જીવનમાં શાંતિનો અનુભવ કરવા આ ધરતીમાં જીવન જીવવું પડે.
આજે જે જ્ઞાન બાળકોને પ્રાપ્ત થઈ રહ્યું છે અને માત્ર દેહસુખલક્ષી કેળવણીને કા૨ણે ચેતનને ભૂલવાને પરિણામે મનની ચંચળતાએ માઝા મૂકી છે. માતાપિતાની અવજ્ઞા.
બાળકના પિતા ધાર્મિક-ધાર્મિકભાવનાના કારણે વિચારે કે દીકરા સ્કૂલમાં જ્ઞાન મેળવે છે, તેનો ભણતરના માર્ગે બુદ્ધિનો વિકાસ થઈ રહ્યો છે. લાવને, તેના જીવનમાં ધર્મનો પણ વિકાસ કરી લેવાની પ્રેરણા કરવા દે. માટે એસ.એસ.સી.માં ભણતા બાળકના પિતાએ કહ્યું, ‘બેટા ! નવકાર ગણ.’ દીકરાએ ચોખ્ખી ઘસીને ના પાડી દીધી. પિતાના હૃદયને આઘાત લાગ્યો. બીજી વાર કહ્યું, ‘“તને સોનાની વીંટી લાવી આપું, તું નવકાર ગણે તો ?'' બાળકે તરત હા પાડી, પણ તે હકાર ક્ષણજીવી નીવડ્યો. પિતા બાળકના દેહના અનુરાગને કારણે પોતાના બાળકની ક્ષણજીવી ‘હા’ને ઓળખી શક્યા નહીં. પિતા થાપ ખાઈ ગયા ! સોનાની વીંટી લાવી આપી પણ એ રમતારામે બે-ચાર દિવસ નવકાર ગણ્યા અને પછી ગણવાનું છોડી દીધું.
પિતાએ પૂછ્યું, ‘‘કેમ, હવે જાપ કરતો નથી ?’' પિતાને રોકડું પરખાવી દીધું, ‘‘આપણાથી કશુંય થાય એમ નથી.'' મોહ શરીરનો, શિક્ષણના વાતાવરણમાં શરીરના સુખની તીવ્ર ઇચ્છા એકધારી મળ્યા કરે છે ત્યાં મોહ પ્રબળ બને છે. ત્યાર બાદ તે સગા માતાપિતાની વાતને પણ માની શકતો નથી તો પછી ગુણીજનો, સાધુજનોની વાત માનવાની દૂર રહી, તે સાંભળવી પણ ગમતી નથી. માટે જ ઉપાધ્યાયજી કહે છે ‘‘મોહનો સંતાપ ટાળો.’’ સંતાપ જીવનમાં વધતો જાય છે. અજંપાની સ્થિતિ એ મોહની પ્રબળતાની નિશાની છે. મોહના કુસંસ્કારોને પ્રગટ થવા દેવાને બદલે છાવરવાની આવડત ફેશન અને શિક્ષણના નામે વધી રહ્યાં છે, માટે જ બધું હોવા છતાં અજંપો, અશાંતિ અને અરાજકતા છે. આ બધી જ નિશાનીઓ મોહની પ્રબળતાની ચાડી ખાય છે. જો આનો ઉપાય કરવો હોય તો આજના સમયે ‘અમૃતવેલની સજ્ઝાય' અત્યંત ઉપયોગી બની શકે તેમ છે. એમાં ઉપાધ્યાય મહારાજે વિકાસનો ઉપક્રમ ઘણી
યશોભારતી ઇ ૮૮