________________
લાગ્યા અને જાનને વિદાય આપવામાં આવી. ધરે આવી જિનેશ્વર પરમાત્માને પ્રણામ કરીને મીંઢળ છોડ્યાં. રાત અંધારી અને વાસગૃહ સુગંધીથી મહેકવા લાગ્યું. સિંહ જેમ ગુહમાં પ્રવેશે તેમ જંબૂકુમારે વાસગૃહમાં પ્રવેશ કર્યો. આઠ-આઠ યુવતીઓની વચ્ચે પણ જંબૂકુમાર નિર્વિકાર રહ્યા છે. એ વાતને સ્પષ્ટ કરતાં મહોપાધ્યાયશ્રી લખે છે ઃ
‘‘અહો રહઈ જંબૂ તિહાં નિર્વિકાર પ્રિયા પાસ, ગોરો કોરો કુણ રહઈ મિસ ઉરો કિર વાસ.’’ કાજળના ઘરમાં કયો ગોરો, કોરો રહી શકે ? જેને ડાઘ ન લાગે ? કોણ એવો ભડવીર હોય કે જે પ્રિયાના આવાસમાં નિર્વિકાર રહી શકે ? જંબૂકુમારને સંસારનાં સુખો ભોગવવા માટે આઠ-આઠ પ્રિયતમાઓએ થાય એટલા વાનાં કર્યાં. થાય એટલી દલીલો કરી પણ કશું ચાલી શક્યું નહિ. આઠે સ્ત્રીઓએ ભિન્ન ભિન્ન કથાનકો સંભળાવીને જંબૂને વશ કરવા પ્રયત્ન કર્યો, પણ પ્રત્યુત્તરમાં જંબૂકુમારે પણ વળતી એવી જ આઠ કથાઓ કહી કે સ્ત્રીઓની એક પણ દલીલ ઊભી રહી ન શકી. આખી રાત શયનકક્ષમાં પરસ્પર આ વાર્તાલાપ ચાલતો રહ્યો છે. દુનિયામાં તમારા જેવા ઘણાય માણસો પરણે છે, પત્ની લાવે છે, પણ જંબૂકુમારે પરણ્યા પછી પહેલી રાત્રે જેવી વાત કરી છે તેવી વાતો આજ લાગી કોઈ વરઘોડિયાએ કરી નથી. લગ્નની પ્રથમરાતનો સંવાદ એટલો જોરદાર હતો કે તે રાત્રીએ ચોરી કરવા આવેલો પ્રભવ ચોર અને તેના ૪૯૯ સાગરિતો પણ આ વાર્તાલાપ સાંભળીને વૈરાગી બન્યા છે.
રાત્રિના છેલ્લા પહોરે નારીઓએ શરણાગતિ સ્વીકારી લીધી અને જે તમે કરશો તે જ અમે કરશું. તમારો અને અમારો રાહ હંમેશાં એક જ રહેશે. તમને જે ગમ્યું અમને પણ તે ગમશે. આવા સમર્પણભાવને વ્યક્ત કરતાં કેટલાક દુહા પૂ. મહોપાધ્યાયશ્રીએ મારવાડી ભાષામાં રજૂ કરીને તેઓશ્રીની મારવાડી જબાનનો પણ અનુભવ કરાવ્યો છે ઃ
‘મેં ચાંદા રેં ચાંદણી રે, મેં તરૂઅરિ મ્હે વેલિ. સૂકાં પણિ મુકાં નહિ રે, લાગી રહું રંગ રેલિ. મ્હોંકાં વાલમ ઢોડ્યા કિઉં જવાસી.
થેં આંબા મ્હેં માંજરી થેં પંકજ છેં બાગ. થેં સૂરજ મ્હેં પદ્મિનીરે, મેં રસ તો મ્હે રંગ.
પોભારતી -૮