________________
નાંખવામાં મજા નથી. નાગિલાનાં વચનો સાંભળીને ભવદેવ વિચારમાં લીન થઈ ગયા. આંખ મીંચી દીધી. જાત પર ધિક્કાર છૂટ્યો. ક્યાં હું અને ક્યાં આ નારી ! હું એના માટે ઝૂરી ઝૂરીને મરી રહ્યો છું અને એ ઘરમાં બેઠી બેટા દીક્ષાનાં સ્વપ્નો જોઈ રહી છે. નાગિલા ! તને ધન્ય છે. તું નારી નહિ પણ ગુરુણી નીકળી. બસ ! હવે પાછો જાઉં છું. ગુરુ પાસે પહોંચીશ. આલોચના કરીને જાતની શુદ્ધિ કરીશ. બાજુના જિન મંદિરમાં પ્રભુના દર્શન કરીને મુનિ કાબંદી તરફ વિહાર કરી ગયા. નાગિલાએ ઘરકામ સમેટીને ટૂંક સમયમાં દીક્ષા લીધી. ભવદેવ મુનિવરે આલોચના પ્રાયશ્ચિત્ત કર્યું. સુંદર આરાધના કરવા લાગ્યા. અંતે સ્વર્ગવાસ પામીને સામાનિક દેવ બન્યા. દેવલોકથી આવીને બન્ને બંધુઓના આત્માનું મહાવિદેહની ધરતી પર જુદા જુદા ઘરમાં અવતરણ થયું. એકનું નામ સાગરદત્ત અને બીજાનું નામ શિવકુમાર સાગર. દત્તે દીક્ષા લીધી. અધિજ્ઞાન થયું અને નાનાબંધુ શિવકુમારને પ્રતિબોધ પમાડ્યો. પણ માતા-પિતાએ દીક્ષા માટે રજા ન આપી. અંતે શિવકુમારે ઘરમાં જ ભાવસાધુની જેમ રહેવાનો સંકલ્પ કર્યો. લગાતાર બાર વર્ષ સુધી છઠ્ઠને પારણે આંબેલનો તપ કર્યો. પૂર્વોપાર્જિત ચારિત્ર મોહનીય કર્મને ખપાવી નાંખ્યું. અંતે અનશન કરી વિદ્યુન્માલી દેવ તરીકે ઉત્પન્ન થયો. પૂર્વભવમાં ઉત્કૃષ્ટ વૈરાગ્ય સાથે તપેલા તપના પ્રભાવે દેવ ભવમાં ઉત્કૃષ્ટ રૂપ અને તેજ સંપ્રાપ્ત થયું.
આ બાજુ રાજગૃહ નગરમાં ઋષભદત્ત શેઠના ઘરમાં ધારિણી પત્ની સદૈવ પુત્રપ્રાપ્તિનાં સ્વપ્નો સેવતી દિવસો પસાર કરતી હતી. એમાં એક વાર પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીનું આગમન થયું. તેમને વંદનાદિક કરવાથી મને પુત્રનો સંયોગ સંપ્રાપ્ત થશે એવી ભાવનાથી સહુ તેમની સાથે ગયા. દેશના સાંભળ્યા બાદ ધારિણીએ પ્રશ્ન પૂછ્યો કે મને પુત્ર થશે કે નહિ ? ત્યારે ત્યાં બેઠેલા સિદ્ધ પુત્રે કહ્યું કે મુનિઓ આવી સાવધવાત નહિ કરે. પણ હું તને કહું છું સિંહસ્વપ્નથી સૂચિત એવો પુત્ર તને થશે. પણ એની પ્રાપ્તિ માટે તારે એકસો ને આઠ આંબેલનો તપ કરવો અને પરમેષ્ઠીના ધ્યાનમાં મન લીન કરવું. સિદ્ધપુત્રે કહ્યા પ્રમાણે પંચ પરમેષ્ઠીના જાપ સાથે ૧૦૮ આંબેલનો તપ ધારિણીએ કર્યો અને સિંહ સ્વપ્ર સૂચિત એવા પુત્રરત્નને એક દિવસ જન્મ આવ્યો. જેનું નામ જંબૂકુમાર પાડવામાં આવ્યું. યૌવનવયમાં આઠ આઠ કન્યાઓ સાથે જંબૂકુમારનું સગપણ કરવામાં આવ્યું. લગ્ન લેવાય તે પહેલાં
પોભારતી દ૮૨