________________
દેવ થયા. સિંહના ટોળામાં બકરાની જેમ બેઠેલા ભવદેવને થયું, ભાઈનું મન સાચવી લીધું હવે વ્રત પાળવાનો કોઈ અર્થ નથી. અંદર અગ્નિ ભભૂકી રહ્યો છે પછી બહારથી ફોગટ ક્રિયા કરવાનો કોઈ અર્થ નથી. દૂબળું શરીર જોઈને લોકો મને તપસ્વી માનતાં હોય પણ અંદરથી હું સળગી સળગીને ખલાસ થઈ રહ્યો છું. એ કોણ જાણે ? મને વ્રત કરતાંય વિરહનું કષ્ટ વધારે લાગે છે. મારી પ્રિયાની હૃદયની વેદના તો કેવી હશે? જે અંગ પર વસ્ત્ર બંધન ન હોત તો તેની છાતી ફાટીને ટુકડા થઈ ગઈ હોત. ખેર ! હજુ પણ કાંઈ બગડ્યું નથી. ઘરે જાઉં અને ફરી વાર તેની સાથે જ ઘર માંડું-આવા વિચાર સાથે ભવદેવ મુનિએ કોઈનેય જણાવ્યા વિના સુગ્રામની વાટ પકડી દીધી.
ગામની ભાગોળે ઊંઘ વિનાની ઉજાગર રાત વીતાવી દીધી. પરોઢ થયું અને બે સ્ત્રીઓ મંદિરે આવતી દેખાઈ. એકના હાથમાં ફૂલની માળા હતી. ભવદેવે ઊભા થઈને તે સ્ત્રીઓને પૂછ્યું કે રાષ્ટ્રકૂટ અને રેવની ગામમાં શું કરે છે? અરે, રે ! એ તો ક્યારનાય મરણને શરણ થઈ ગયાં. બેમાંથી એકેય નથી. અચ્છા તો એમની એક પુત્રવધુ હતી. નાગિલા જેનું નામ હતું. જેનો ઘણી સાધુ થઈ ગયો હતો એ નાગિલા શું કરે છે ? સાથેની જુવાન સ્ત્રીએ પૂછ્યું પણ એ નાગિલાનું તમારે શું કામ છે? એને અને તમારે શો સંબંધ? ઓહ ! હું એ નાગિલાનો કંથ છું. અરે મુનિવર તમે સંત કે કંથ ? હા હા....બહારથી સંત પણ અંદરથી કંથ. હજી મારા મનમાંથી એ મારી નારી ખસી નથી. મારે તેને મળવું છે. ઓલી જુવાન સ્ત્રીએ એકાએક ધડાકો કર્યો અને કહ્યું કે આ ઊભી એ જ નાગિલા છે. મળી લો, પૂછી લો, બોલો શું કામ છે? આવ તું જરા અંદર મંદિરમાં આવ. બાર બાર વર્ષની વાતો ભેગી થઈ છે. તું આવ અંદર ! નાગિલા અંદર ગઈ અને મુનિશ્રીએ પોતાની હૈયાવરાળ કાઢવાની શરૂ કરી ! આ તારો દેહ કેમ સાવ પલટાઈ ગયો છે ! બસ ! તમે સાધુ બન્યા. બા-બાપુજી સ્વર્ગે ગયા. મેં મન મનાવી દીધું અને તપ આદર્યું. રાહ જોતી બેઠી “તી તમે આવશો ત્યારે દીક્ષા લઈશ, સાધ્વી બની જઈશ અને આત્મકલ્યાણ સાધીશ. રે! સાધ્વી જ લાગે છે તું. નથી શરીરમાં લોહી-માંસ ! નથી ચામડી પર રૂપ કે નથી શરીર પર શણગાર ! કશું રહ્યું જ ક્યાં છે? હા, કશું રહ્યું નથી પણ તમારા મનમાં આ હાડપિંજરા પર મોહ રહી ગયો છે તેનું શું? જરીક સ્વસ્થ બનો. મનમાંથી મોહ કાઢી નાંખો અને સાધનાના માર્ગે આગળ વધો. જ્ઞાન-દર્શન-ચરિત્રનાં ત્રણ રત્નો આ ગંદી કાયામાં રોળી
ન જેસ્વામી રામ 1 ૮૧ )