________________
સ્વીકારી લઘુબંધુ ભવદેવ પિતારાષ્ટ્રકુટ અને માતા રેવતી વિયોગના અશ્રુ સારતાં ઘરભણી રવાનાં થવાં. નૂતન શિષ્ય સમેત આચાર્ય મહીધર સૂરીશ્વરજી પણ અન્યત્ર વિહાર કરી ગયા. - જ્ઞાન-ધ્યન ક્રિયા અને ગુરુસેવામાં ભવદત્ત મુનિવરના વર્ષોના વર્ષો વીતી ગયાં. એક દી આચાર્યશ્રી વત્સદેશની રાજધાની કૌશામ્બીમાં પધાર્યા. પ્રભાસ નામના યુનિવરની જન્મભૂમિ બાજુના ગામમાં હતી. ત્યાં તેમનો નાનો બંધુ પરણવાની તૈયારીમાં હતો તેથી તેને પ્રતિબોધ કરવા ભાઈ-મહારાજ જન્મભૂમિમાં ગયા. પણ પેલો તો લગ્નની ધમાલમાં પડેલો અનેક તરુણ સ્ત્રીઓથી ઘેરાયેલો હતો. બંધુ મુનિવરને ન વંદના કરી, ન શાતા પૂછ ન ભિક્ષાદાન કર્યું. પ્રતિબોઘ કરવા ગયેલા પ્રભાસ મુનિ તેનું આવું વર્તન જોઈને પાછા ફરી ગયા. ઉપાશ્રયે આવ્યા ત્યારે ગુરુ સમક્ષ બધો વૃત્તાંત કહી બન્નવ્યો. તે વેળાએ ભવદત્ત મુનિએ ઉપહાસ કરતાં કહ્યું કે ગુરુભક્તિ આગળ, લગ્નનો સમારંભ તો સોમા ભાગે પણ ન આવી શકે. તેમ છતાં વિવામાં મશગૂલ બનેલો અનુજ બંધુ અગ્રજ બંધુને વંદન પણ ન કરે એ તો ઘણા મોટા દુર્ભાગ્યની દશા કહેવાય. આવા અવિવેક બંધુને વંધ્યવૃક્ષની જેમ ધિકાર છે. ત્યારે કોક મુનિએ ભવદત્તને કહ્યું કે કોક કઠોર હૃદયવાળો ભાઈ હોય તો આવું બને. પણ તમારો નાનો ભાઈ કેવો વિવેકી છે અને કેવો ભક્તિવાળો છે એ તમે એને શિષ્ય કરીને બતાડશો, ત્યારે અમને ખબર પડશે. ભવદત્ત મુનિએ કહ્યું કે, હાં જે ગુરુદેવ મગધદેશમાં વિહાર કરશે તો હું ચોક્કસ તેને દીક્ષિત કરીને તમને બતાડીશ.
એક દિવસ વિહાર કરતાં કરતાં ભવદત્ત મુનિ મગધના સુગ્રામ ગામે પહોંચ્યા. માતા-પિતાને પુત્ર-મુનિના આગમનના સમાચાર મળ્યા. તેઓ રાજી થયાં. કહેવા લાગ્યાં કે અમારે તો અવસર ઉપર અવસર આવ્યે જ જાય છે. હમણાં જ હજુ તો નાના દીકરાના લગ્નનો અવસર પરવાર્યા અને એટલામાં જ મોટા પુત્ર મુનિવરના આગમનનો અવસર આવ્યો. વાહ ! કેવું ધનભાગ ! ભવદત્ત મુનિએ જોયું તો ઘર આંગણે મંડપ બંધાયેલો હતો. નાના બંધુનાં લગ્ન થઈ ગયાં હશે એવું અનુમાન કરીને હૃદયમાં ફાળ પડી. હાય ! હવે આને દીક્ષા કેવી રીતે આપીશ? મેં પ્રભાસ મુનિનો ઉપહાસ કર્યો, પણ હવે તો કફોડી દશા મારી થશે. કચવાતા મને તેમણે ઘરમાં પ્રવેશ કર્યો. ધર્મલાભ આપ્યો. તે વેળાએ મેડી ઉપર ભવદત્ત એ સમયના કુળના આચાર
જિલ્લામી રાસ ૯