________________
પૂ. યશોવિજયજી મ. જે પૂર્ણ કર્યો.) રચ્યો તે રાસમાં છેલ્લે તેઓશ્રી નોંધે છે કે ભાગ થાકનો પૂરણ કીધો તાસ વચન પ્રમાણોજી” પૂ. યશોવિજયજી મહારાજે યુવાવસ્થામાં ન્યાયવ્યાકરણના અનેક ગ્રંથોનું વાંચન મનન દોહન તો કર્યું,પણ ત્રણસો જેટલા નવ્યગ્રંથોનું નિર્માણ પણ કર્યું. જીવનની સંધ્યાને ઢળી જવાને માત્ર ચાર વર્ષ આડાં હતાં, ત્યારે વયોવૃધ્ધ ઉંમરે પૂજ્યશ્રીએ ખંભાત બંદરે વિ. સં. ૧૭૩૯માં જેબૂસ્વામીનો રાસ રચ્યો છે. આજે યશોવિજયજી પ્રવચન શ્રેણીનો છેલ્લો દિવસ છે. આજનો વિષય છે પૂ. યશોવિજ્યજી મહારાજે જંબૂસ્વામીના રાસમાં કરેલી રસજમાવટ'. આ રાસની કુલ સાડાત્રીસ ઢાળો છે. ઢાળ ઢાળે જુદા જુદા રાગ ગૂંથાયા છે. રાસની કુલ ૯૨૪ કડીઓ છે. જંબુસ્વામીજીના ભવોનો કડીબદ્ધ ઈતિહાસ સુંદર રીતે આલેખ્યો છે. નવ ઢાળોમાં નવેનવ રસની રંગછટાઓ ઉછાળી છે.
જે રસની ગ્રંથરચયિતાને કે પ્રવચનકારને જ્યારે જરૂર લાગે ત્યારે હાસ્યરસ, શૃંગારરસ, કરુણરસ, રૌદ્રરસ, વીરરસ, ભયાનક-બીભત્સરસ, અદ્દભુત રસ કે શાંત રસની જમાવટ કરવાની છૂટ છે, પણ માત્ર શરત એટલી કે, કોઈ પણ રસનો ગ્લાસ પીવડાવ્યા પછી છેલ્લે ઓડકાર વૈરાગ્યનો કરાવતાં આવડવો જોઈએ. જે છેલ્લે વૈરાગ્યરસનો ઓડકાર ન કરાવી શકે, એણે કદાપિ કોઈ રસને ટચ ન કરવો. અન્યથા નુકસાન થઈને રહે. ઉપમિતિ ભવપ્રપંચકથામાં ભગવાન શ્રી સિધ્ધર્ષિ ગણિ મહારાજે આઠ પ્રસ્તાવમાં નવેનવ રસોની નદીઓ વહેતી કરી છે. પણ અંતે તે બધી સલીલાઓનાં નીર એમણે વૈરાગ્યના મહોદધિમાં વાળી લીધાં છે. બૂસ્વામીના રસમાં પૂ. યશોવિજયજી મહારાજે પણ આવી જ કમાલ કરી છે. જ્યારે જે રસની જરૂર પડી છે ત્યારે તે રસનો ખૂબ છૂટથી ઉપયોગ કર્યો છે, પણ અંતે વાચક અને પાઠકને સહુને વૈરાગ્યરસનો એવો આસ્વાદ ચખાડ્યો છે કે વક્તા-શ્રોતા સહુના મુખમાંથી “કમાલ! કમાલ! કમાલ !! જેવા શબ્દો સરી પડ્યા વિના ન રહે.
જંબૂસ્વામીના રાસની માંગણી કરતાં પ્રથમ અધિકારના પ્રથમાવરથી તેમણે ભગવતી સરસ્વતીની પ્રાર્થના શરૂ કરી છે અને ગંગાનદીના કિનારે જાપ જપતાં જપતાં તે પ્રસન્ન થઈ હતી, ત્યાં તર્ક અને કાવ્યનું દેવીએ વરદાન આપ્યું અને જેની પ્રસન્નતાના કારણે કલ્પતરુની શાખા સમાન મધુર ભાષા પણ સંપ્રાપ્ત થઈ હતી. તે વાત તેઓશ્રીએ વિદિત કરતાં જણાવ્યું છે કે, શારદ સાર
( eતાની વાત we