________________
જિંબૂસ્વામીના સસમાં કથાની
રસમાવટ
ગણિવર્યશ્રી હેમરત્નવિજયજી મ.
અનંત ઉપકારી ત્રિભુવનપતિ ભગવાન મહાવીરદેવના શાસનમાં આજ સુધીમાં અનેક શાસન પ્રભાવક સૂરિભગવંતો તથા મુનિભગવંતો થયા છે. હાલ જેમનું ત્રિશતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે, તે પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ જે કાળમાં થયા હતા તે કાળમાં ગુજરાતમાં કવિરાજ શ્રી પ્રેમાનંદ રચિત “ઓખાહરણ” નામ ગુર્જરકાવ્યો માણભટો માણ ઉપર બેસીને સંગીતના સથવારે લોકોને કથાનું રસપાન કરાવતા હતા. મહારાષ્ટ્રમાં સ્વામી શ્રી રામદાસ અને તુકારામના તંબુરાના તાર ઝણઝણી રહ્યા હતા. ચિત્રકૂટની ઘાટીમાં ગોસ્વામી સંત તુલસીદાસકૃત રામચરિત માનસની ચોપાઈઓ ગુંજી રહી હતી. પંજાબ પ્રદેશમાં ગુરુ તેગબહાદૂરસિંઘના કીર્તનોથી ગુરુદ્વારાઓના ગુંબજ ધ્વનિત થઈ રહ્યા હતા. ગુર્જર કવિઓના રાસોનો ફાગોનો ભાસોનો ટબાઓનો દોહાઓનો વિવાહલાનો ચોપાઈ ઢાળિયાં સઝાયો અને ભજનોની બોલબાલાનો સમય હતો. તે કાળે જૈન અજૈન સર્વ સંપ્રદાયમાં ગુર્જરકાવ્યોનો જુવાળ આવ્યો હતો. પૂ. યશોવિજય મ. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અચ્છા જાણકાર એવા વૈયાકરણી અને કાશીના પંડિતોને પણ ભૂ પીવડાવે એવા અચ્છા તૈયાયિક અને ન્યાયાચાર્ય હોવા છતાંય તત્કાલીન લોકોની રસરુચિને ધ્યાનમાં લઈને એમણે પોતાની લેખિની ગુર્જર ગિરામાં પણ ઝબોળી. ગુજરાતી ભાષામાં અનેક સ્તુતિઓ, સ્તવનોથી માંડીને રાસો, ઢાળો, ટબાઓ, દુહાઓ અને છંદો તેઓશ્રીએ રચ્યા. દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ, સમુદ્ર વહાણ સંવાદ, આસો ચૈત્રી ઓળીમાં ઠેર ઠેર વંચાતો શ્રીપાલ મયણાનો રાસ (પૂ. વિનયવિજયજી મહારાજના વરદ હસ્તે પ્રારંભાયો પણ અધવચ્ચે તેઓશ્રીનો સ્વર્ગવાસ થઈ જતાં અધૂરો રાસ
ન
પોકારતી n ૭૪
]