________________
છે. રોયલ એશિઆટિક સોસાયટી, બંગાળ (કલકત્તા) તરફથી એ ખંડો ઘણા સમય પૂર્વે પ્રકાશિત થયેલા છે. પરિશ્રમ કરીને પણ એ ખંડો મેળવવા જોઈએ. વળીઅત્યારેજેમાથુરી,જાગદીશી,ગાદાધરીઆદિટીકાગ્રન્થોપ્રચલિતછેતેનો ઉપાધ્યાયજી મહારાજે ખાસ ઉપયોગ કર્યો હોય તેમ જણાતું નથી, પરંતુ દીધિતિકાર રઘુનાથશિરોમણિ તથા પદ્મનાભમિશ્ર વગેરેના ગ્રંથોનો ઉપયોગ કરેલો જોવામાં આવે છે. એ બધા મુદ્રિત અમુદ્રિત ગ્રંથો મિથિલા અને બનારસ બાજુના પ્રદેશમાં મળવાનો ખાસ જ સંભવ છે. એ બધી સામગ્રી મેળવીને ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોનું નવીન પદ્ધતિથી પ્રકાશન અને અધ્યયન ક૨વામાં આવશે તો તે વિશદ અને દિવ્ય બનશે. તેમ જ એ મહાપુરુષ નવ્યન્યાયની શૈલીને જૈનન્યાયમાં ઉતારવાકેવીરીતેસમર્થથયા તેની પણસારી રીતે કલ્પના આવશે અને આપણે પણ એ પ્રવૃત્તિને મૌલિક સ્વરૂપમાં કેવી રીતે વિકસાવી શકીએ એની પણ સ્પષ્ટ દિશા હાથમાં આવશે.
જટિલ પ્રશ્નોના કરેલા ઉકેલો
તર્કશાસ્ત્રના અધ્યયનથી સૂક્ષ્મતમ થયેલી બુદ્ધિનો ઉપયોગ તેમણે માત્ર દાર્શનિક વિષયમાં નહિ, પણ લગભગ દરેક વિષયમાં કરેલો છે. તેથી જ્યારે તેઓ આગમિક વિષય ઉપર લખવા બેસે છે, ત્યારે પણ તેમની પ્રતિભા અલૌકિક સ્વરૂપમાં ઝળકી ઊઠે છે. જેને પરિણામે સેંકડો વર્ષોથી નહીં ઉકેલાયેલા અનેક જટિલ પ્રશ્નોના ઉકેલ અને સમાધાન તેમણે કર્યાં છે. બધું આગમિક સાહિત્ય તેમને જિહ્વાગ્રે જ રમતું હતું. તેમણે કરેલી ચર્ચાઓ એટલી બધી તલસ્પર્શી અને યુક્તિ તથા ઉપપત્તિથી પરિપૂર્ણ છે કે વાંચનારના વર્ષોજૂના ભ્રમો અને સંશયો ક્ષણ વારમાં દૂર થઈ જાય છે. જન્મયી ઉપર સૌથી મોટી ટીકા રચીને તે વિષયમાં પણ પોતાની પારગામિતા તેમણે સિદ્ધ કરી આપી છે.
જેવા જ્ઞાની તેવા જ ક્રિયાવાદી
આ મહાપુરુષની બીજી પણ એક વિશિષ્ટતા એ છે કે જગતમાં વિદ્વાન ગણાતા કેટલાક, શુષ્કપાંડિત્યના ઉપાસક શ્રદ્ધા તથા આચરણથી શૂન્ય હોય છે, પરંતુ આ મહાપુરુષ સમર્થ વિદ્વાન હોવા છતાં પણ મહાન આત્મજ્ઞાની હતા. દર્શન, જ્ઞાન તથા ચારિત્ર બધાંને તેઓ ઘણું મહત્ત્વ આપતા હતા. સમ્યગ્દર્શન મુક્તિનો પાયો હોવાથી તેના ઉપર તેઓ ઘણો જ ભાર મૂકતા હતા. આથી જ તેમના ગુજરાતી આદિ ભાષામાં રચેલાં
લાવતી ૨