________________
વિંદન કરીએ ત્રિવિધ તમની
પં. પ્રદ્યુમ્નવિજયજી
तेभ्योनमस्तदीयान् गुणांस्तुवे तेषु में दृढा भक्तिः । अनवरतं चेष्टन्ते, जिनवचनोद् भासनार्थं ये ॥ १ ॥
આપણાં અનન્ત ઉપકારી શ્રીઅરિહન્ત પરમાત્માના શાસનને શોભાવનારા મહાપુરુષોની જે પરંપરા છે તેમાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજનું નામ અને કામ આગલી હરોળમાં છે. તેમના જીવનની નોંધમાત્ર “સુજસવેલી ભાસ'માં સચવાયેલી મળે છે. તેમની દીક્ષાની સંવત્ મળે છે, સત્તરમા સૈકાનું ચોથું ચરણ વિ.સં. ૧૬૮૮.
સત્તરમો સૈકો એટલે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજનો સામ્રાજ્યકાળ. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજની જન્મભૂમિ કનોડા. આ કનોડા મહેસાણાથી મોઢેરાના રસ્તે ૨૦ કિ.મી. થાય. એક કાળે કનોડામાં જૈનોની સારી વસ્તી હતી. અત્યારે જૈનોનાં ઘર નથી પણ ત્યાં તેઓશ્રીનું સુંદર સ્મારક રચવાની વિચારણા ચાલે છે. ત્યાંથી ગાંભુગિંભીરા પાર્શ્વનાથ ભીનું તીર્થ) માત્ર ૬ કિ.મી. છે. કનોડામાં નારાયણ નામે વ્યાપારી ગૃહસ્થ રહે. તેમના ગૃહિણીનું નામ સૌભાગ્યદેવી. તેમને બે પુત્ર. મોટો પદમસિંહ, નાનો
જસવંત. જસવંત ઉંમરમાં નાનો, પણ બુદ્ધિમાં ઘણો આગળ હતો. માતામાં 'ઘર્મના સંસ્કાર ઊંડા હતા. ગૃહિણી જો ઘર્મનિષ્ઠ હોય તો આખું ઘર ઘર્મમય બને.
નાના એવા કનોડા ગામમાં એક ઘટના બની હતી. જસવંતનાં માતા સૌભાગ્યદેવીને રોજ શ્રી ભક્તામરસ્તોત્ર સાંભળ્યા પછી જ પાણી લેવાનો નિયમ હતો. રોજ સાધ્વીજી મહારાજના ઉપાશ્રયે જાય. સ્તોત્ર સાંભળે. એમાં ચોમાસું કહે મારું કામ. મૂશળધાર વરસાદ વરસ્યો. એક-બે અને ત્રણ દિવસ વીત્યા. ઘરની બહાર પગ મુકાય તેવું જ ન હતું. સૌભાગ્યદેવીને ત્રણ ઉપવાસ થયા છે. સામાયિકનવકારવાળીને કાઉસ્સગ્નકરેજાય છે. બાળક જસવંતે માને પૂછ્યું,
“તું કેમ કશું ખાતી-પીતી નથી?" માતાએ પહેલાં તો ટાળ્યું, પણ બાળકે