________________
વર્તમાનકાળના સાધુ-સાધ્વીજીને પોતાની સાધુતા ટકાવવી હોય કે શ્રાવક-શ્રાવિકાને પોતાની શ્રદ્ધા સ્થિર કે દઢ કરવી હોય તો તેનો રામબાણ ઉપાય પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજનું માત્ર ગુર્જર સાહિત્યનું અધ્યયન, અવગાહન કે પારાયણ કરે તો પણ તે પર્યાપ્ત છે. સંસ્કૃતમાં પણ જ્ઞાનસાર, અધ્યાત્મસાર, વૈરાગ્યકલ્પલતા વગેરેમાં અખૂટ ભાતું ભરેલું છે પણ આ ગુર્જર સાહિત્ય પણ કાંઈ કમ નથી. - એમના સાહિત્ય દ્વારા શ્રી સંઘ ઉપર અગણિત ઉપકાર થયો છે. વર્તમાન શ્રી સંઘમાં જે સાધુસંખ્યા છે તેમાં મોટાભાગની સાધુસંખ્યાના જે પરમગુરુ શ્રી બુટેરાયજી મહારાજ પોતાની આત્મકથા મુહપતિ શી વરવી નામના ગ્રન્થમાં એક પ્રસંગે એવા મતલબનું લખે છે કે સ્થાનકવાસી પરંપરાનો ત્યાગ કરીને આ એ. મૂર્તિપૂજક તપાગચ્છની પરંપરા સ્વીકારી છતાં મન થોડું ચળ-વિચળ હતું, પણ જ્યારે ભાવનગરના જ્ઞાનભંડારમાંથી પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજના અધ્યાત્મસાર વગેરે ગ્રંથો જોયા; તેનું પરિશીલન કર્યું ત્યારે તેઓએ એકસાથે બે નિશ્ચય કર્યા, હવેથી મારા ગુરુ ઉપાધ્યાયજી મહારાજ અને તેથી તેમનો ગચ્છ તપાગચ્છ હોવાથી મારો પણ ગચ્છ આ તપાગચ્છ. તેઓએ આ કેટલો મોટો ઉપકાર કર્યો કહેવાય. આવી તો અગણિત વ્યક્તિઓ તેઓના ઉપકારની ઓશિંગણ છે.
આજે આપણી શ્રદ્ધાઢીલી પડી છે તેનું મૂળ સમ્યગૃજ્ઞાન છે તેને આત્મસાતુ કરીને રોજિંદા જીવનમાં સ્વાધ્યાયને સ્થાપવાની તાતી જરૂરત છે. શ્રદ્ધાવિરોધી અને શ્રદ્ધાવિઘાતક પરિબળો વચ્ચેથી આપણે આજે પસાર થઈ રહ્યા છીએ. એમાં આપણે ટકવાનું છે અને લોકકલ્યાણકારી માર્ગને આપણેટકાવવાનો છે. તે આવા જ પુરુષો અને તેઓશ્રીનાગ્રન્થોના આલંબનથી બની શકશે.
અંતે આવા વિરલ કોટિના પુરુષના ચરણોમાં વંદના કરીને એક પ્રાર્થના કરવાનું મન થાય છે?
પ્રભુની આણા ગૌણ બની ને જ્ઞાનનો મારગ વિરલ બન્યો “શાસન મારું, હું શાસનનો એવો અન્તર્નાદ ઘટ્યો, એવા ટાણે આપના ગ્રન્થો ટાળે સંઘનું તિમિર તમામ; વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન.”