________________
વૈયાવચ્ચથી એને નિર્જરા વિશેષરૂપ લાભ થાઓ અથવા પોતાને સ્વાધ્યાય ગુણોનો લાભ થાય, તે ભાવનાથી જ ગ્રહણ કરે, પરંતુ પોતાની શક્તિ છૂપાવવારૂપ આળસથી કે તું મારું આ કામ કરીશ તો હું પણ તારું કામ કરીશ તેવી પ્રત્યુપકારની ભાવનાથી નહિ. મોક્ષના અભિલાષથી થતી છંદનાદિ પ્રવૃત્તિમાં જ્ઞાનાદિ વૃદ્ધિની ઇચ્છા જ ઉપયોગી છે, કારણ તે જ મોક્ષનું ઉપાયભૂત છે, કીર્તિ વગેરેની ઇચ્છાથી કરાયેલ છંદના દ્વારા તો અજ્ઞાન નિમિત્તક કર્મબંધ થાય છે.
(૯) નિમંત્રણા
લક્ષણ : અશનાદિ લાવતાં પહેલાં જ ગુરુની આજ્ઞાથી સાધુઓને પ્રાર્થના કરવી તે નિમંત્રણા અને તે સ્વાધ્યાય વાચના, વસ્ત્રધાવનાદિ ગુરુકાર્ય કે વૈયાવચ્ચાદિ કાર્યમાં ઉદ્યત સાધુઓને હોય છે. *આ ભક્તિનો પરિણામ જેવા તેવાને થતો નથી, પરંતુ જિનશાસનનાં તત્ત્વોને જેને શ્રદ્ધાથી પરિણત કર્યા છે એવાં, મોક્ષવિષયક પ્રવૃત્તિમાં અપ્રમત્ત મહાનુભાવોને જ હોય છે. જેમ ભૂખ્યા થયેલા માણસને જ્યાં સુધી ભૂખ ન શમે ત્યાં સુધી એક ક્ષણ પણ ભોજનની ઇચ્છા દૂર થતી નથી તેમ મોક્ષાર્થીની મોક્ષના કારણભૂત કાર્યની ઇચ્છા એક ક્ષણ પણ વિચ્છિન્ન થતી નથી. એક વાર ભક્તિ કર્યાબાદ ફરીથી ઇચ્છા કેમ થાય?તેમાં ઉત્કટતા લાવવા માટે અથવા પહેલાં અન્ય ભક્તિવિષયક ઇચ્છા હતી, હવે બીજા વિષયક સંભવી શકે. જો સતત કાર્ય જ કરવાનું છે તો આચાર્ય વૈયાવચ્ચ કરે અને સાધુ અધ્યયન અધ્યાપન કરાવે તો શું વાંધો તે ઉચિત નથી, સરળ ને વક્ર બે માર્ગ છે, તેમાં માર્ગ તો બન્ને સરખા હોવા છતાં વક્રમાર્ગે જતા વિલંબ થતાં સરલ માર્ગે જલદી જવાય, તેમ બન્ને મોક્ષોપાય ભૂત હોવા છતાં જેમાં જેની અધિકારની પટુતા છે ત્યાં તેની પ્રવૃત્તિ જલદી સિદ્ધિ આપવા સમર્થ હોવાથી કલ્યાણકર છે. ગુરુની આજ્ઞાપૂર્વક નિમંત્રણા કર પણ ગુરુ નિષેધ કરે તો લાભ કેવી રીતે મળે ? કેવળ વૈયાવચ્ચ ઇષ્ટ સિદ્ધિ માટે નથી, પણ આજ્ઞાપૂર્વક વૈયાવચ્ચ ફળદાયી છે, તેથી આજ્ઞા જ પ્રધાન છે, તે વગર કરવા છતાંય લાભ થતો નથી. વૈયાવચ્ચ કરવા છતાં નિમંત્રણા વગર ગુરુપૃચ્છા માત્રથી સાધ્યસિદ્ધિ કેવી રીતે થાય ? દ્રવ્ય નિમંત્રણા ન હોવા છતાં ગુરુપૃચ્છાથી ઉત્પન્ન ભાવોત્કર્ષથી ઉત્કટ ભાવનિમંત્રણા દ્વારા ફળસિદ્ધિ થાય છે.
* परिणयजिणवयणाणं एसो अ महाणु भावाणं । छुहियस्स जहा खणमवि, विच्छिज्जइ णेव भोअणे इच्छा । एवं मोक्खट्ठीणं, छिज्जइ इच्छा ण कज्जमि ॥
યશોભારતી 1 T