________________
જાસ હિતશીખથી માર્ગ એ અનુસર્યો જેહથી સવિ ટળી કુમતિ ચોરી”. અને બીજા એક ગ્રન્થના અંતે તો તેઓ ભક્તિથી નગ્ન થઈને કહે છે:
“તે ગુરુના ઉત્તમ ઉદ્યમથી, ગીતાર્થતા ગુણ વાધ્યો
તસ હિતશીખતણે અનુસાર, જ્ઞાનયોગ એ સાધ્યો.” તેઓનું વિચરણક્ષેત્ર વિશેષતઃ ગુજરાત રહ્યું છે. રાજનગર, આંતરોલી, ખંભાત, ઘોઘા, સુરત, પાટણ, સિદ્ધપુર અને છેલ્લે તેઓ સં. ૧૭૪૩માં ડભોઈ ચોમાસું રહ્યા અને ત્યાં જ સ્વર્ગવાસી થયા.
- તેઓશ્રીને ઉપાધ્યાયપદવી આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના વરદ હસ્તે અર્પણ થઈ હતી, ત્યારે તેઓને શ્રી વાસસ્થાનકતપની આરાધના પૂર્ણ થઈ હતી. તેઓએ એક જ જીવનમાં રચેલા ગ્રન્થોમાંથી જેટલા આજે મળે છે તેના ઉપર એક સાથે દશ વિદ્યાર્થી મહાનિબંધ લખી શકે તેટલું ઊંડાણ અને વ્યાપ એ ગ્રન્થોમાં છે. એક સમુદ્ર-વહાણ સંવાદ જેવા વિષયમાં ગુજરાતીમાં તેઓ ૧૭ ઢાળ રચે છે. આજના કોઈ પણ ક્ષેત્રના વિદ્વાનને તેમના ગ્રન્થની નોંધ લેવી પડે તેવી તેની વિશેષતા છે.
જેવા તેઓ ગ્રન્થરચનામાં-સર્જનમાં એક્કા હતા તેવા જ તેઓ ગ્રન્થલેખનમાં પણ અપ્રમત્ત હતા. પોતે રચેલા અને પોતે લખેલા ગ્રન્થો જે આજે ગ્રન્થસર્જકના મળે છે તેમાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ સૌથી આગળ છે. તેમણે રચેલા અને તેમના હાથે લખેલા ગ્રન્થોની સંખ્યા ૪૦સુધીની થવા જાય છે. તેઓએ જેમ પોતાના રચેલા ગ્રન્થો લખ્યા છે તેમ અન્ય ગ્રન્થી જેની નકલ દુર્લભ હોય તે ગ્રન્થો પણ તેઓએ દોડતી કલમે લખ્યા છે. મોટા ગ્રન્થો અને મર્યાદિત સમયમાં લખવાનું હોય તો સાત-સાત મુનિવરો સાથે થઈને પણ ધાર્યા સમયમાં ગ્રન્થ પૂર્ણ કર્યા છે. પ્રારંભમાં મેં જે શ્લોક લખ્યો તેગોનમતીયાન એ શ્લોક પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજનો જરચેલો છે. વિ.સં. ૧૭૧૦માં પોષ મહિને પંદર દિવસમાં નયચક્ર નામનો ૧૮૦૭ શ્લોક પ્રમાણ ગ્રન્થ સાત મુનિઓએ સાથે થઈને લખ્યો. તેમાં અંતે લેખક-પ્રશસ્તિ છે તેમાં આ આશીર્વચન છે.
શ્રી સંઘના પુણ્યોદયથી એ નયચક્રની દર્શનીયપ્રત આજે પણ લા.દ. વિદ્યામંદિરમાં અખંડિતપણે સચવાઈ છે. તેમાં સૌથી વધુ ભાગ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે લખ્યો છે. એ પ્રતના દર્શન પણ આપણને ધન્ય બનાવે તેવી પાવન એ પ્રત છે.
વંદન તમને n m ,