________________
યશોવિજયજી. બન્ને શ્રી નયવિજયજી મહારાજના શિષ્ય થયા. તેઓ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી મહારાજની સીધી પરંપરામાં થયા. શ્રી હીરવિજયસૂરિજી મહારાજના ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી તેમના શિષ્ય પં. શ્રી નયવિજયજી તેમના શિષ્ય પં. શ્રી જીતવિજયજી, તેમના ગુરુભાઈ પં. શ્રી લાભવિજયજી અને તેમના શિષ્ય શ્રી યશોવિજયજી. વય નાની, પ્રજ્ઞા તીક્ષ્ણ, ઝપાટાબંધ બધું ભણવા લાગ્યા.
‘‘સાકરદલમાં મિષ્ટતાજી, તિમ રહી મતિ શ્રુત વ્યાપ’’ સાકરના અણુ-અણુમાં જેમ મિષ્ટતા છે તેમ તેમની બુદ્ધિમાં શ્રુત વ્યાપ્ત થઈ ગયું, ફેલાઈ ગયું. દશ વર્ષમાં તો બધા પ્રચલિત વિદ્યાપ્રવાહોથી પૂરા પરિચિત થઈ ગયા. શ્રી સંઘમાં નામાંકિત થઈ ગયા.
તેમની અવધાનશક્તિથી આશ્ચર્યચકિત થયેલા કેટલાક શ્રાવકોએ સકળ શ્રી સંઘ સમક્ષ આ પ્રયોગ ગોઠવ્યો. આઠ અવધાનનો આ પ્રયોગ જોઈને બધાનાં મન-મસ્તક ડોલવા લાગ્યાં. આવા પ્રસંગે તાલી વગાડનારા તો ઘણા હોય, પણ એક ધનજી શૂરા નામના શ્રાવકે ઊભા થઈ હર્ષ વ્યક્ત કરીને વિનંતિ કરી. આ વાત સુજસવેલી ભાસમાં સરસ રીતે કહેવાઈ છે ઃ
‘‘યોગ્ય પાત્ર વિદ્યા તણું જી, થાશે બીજો હેમ; જો કાશી જઈ અભ્યસેજી, ષગ્દર્શનના ગ્રન્થ. કરી દેખાડે ઊજળું જી, કામ પડે જિનપંથ’’
આ યશોવિજયજીમાં મને બીજા હેમચન્દ્રાચાર્યના દર્શન થાય છે. જો કાશી જઈને ષટ્કર્શનનો અભ્યાસ કરે તો જરૂર પ્રભુના શાસનની શોભા વધારનાર થાય. શ્રી નયવિજયજી મહારાજે તરત જ ધનજી શૂરાને કહ્યું કે તમારી વાત સાચી છે. અમને પણ એવો વિચાર આવે છે, પણ કાશીના પંડિતો કાંઈ એમ ને એમ ભણાવે નહીં :
‘‘કાર્ય એહ ધનને અધીન.’’ ધનજી શૂરા કહે છે કે આ વાતે આપ મૂંઝાતા નહીં.
દોય હજાર દીનાર રજતના ખરચશે. પંડિતને વારંવાર તથાવિધ અરચશે. છે મુજ એહવી ચાહ ભણાવો તે ભણી ઈમ સુણી કાશીનો રાહ ગ્રહે ગુરુ દિનમણિ.'
ધનજી શૂરાએ કહ્યું કે બે હજાર રૂપાના દીનાર ખરચીશ અને બળેવ,
ગોભારતી ૫૮