________________
તો હઠ પકડી. એટલે સૌભાગ્યદેવીએ કહ્યું કે “ઉપાશ્રયે જઈને સાધ્વીજી મહારાજ પાસે ભક્તામરસ્તોત્ર સાંભળું તે પછી જ ખવાય-પીવાય.”
જસવંતે કહ્યું કે એ તો મને આવડે છે. માતાને થયું કે આ તો છોકરમતમાં બોલે છે. જસવંતે આગ્રહ પકડી રાખ્યો. કહે કે, “બોલું ! જો તો ખરી મને આવડે છે કે નહીં.”
માતાએ કહ્યું, “બોલ”.
અને જસવંત એક પણ ભૂલ વિના “ભક્તામરસ્તોત્ર'' કડકડાટ બોલી ગયો. માતાના આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો. માતા તો રાજી રાજી થઈ ગઈ. જસવંત ઉપર જનનીના હેતની હેલી વરસી રહી. બસ, આ પ્રસંગ બન્યા પછી આખા ગામમાં જસવંત જાણીતો અને માનીતો બની ગયો હતો.
પં. શ્રી નયવિજયજી મહારાજ વિ.સં. ૧૬૮૮નું ચોમાસું કુણઘેર ગામે કરીને કનોડા ગામે પધાર્યા. માતા જસવંતને લઈને ઉપાશ્રયમાં વન્દન કરવા ગયાં. વન્દન કરીને બેઠાં ત્યારે એમ વાત થઈ કે આ બાળકને આખું ભક્તામરસ્તોત્ર આવડે છે. બાળકની બુદ્ધિ-તેજસ્વિતા જોઈને પૂજ્ય પં. શ્રી નયવિજયજી મહારાજે ધર્મનો ઉપદેશ આપ્યો. માતા અને બાળક એવાં તો હળુકર્મી હતા કે આ ઉપદેશની અસર તરત તેમણે ઝીલી. અને બાળક જસવંતે વૈરાગ્યવાસિત થઈ દીક્ષાના પુનિત માર્ગે જવાનું નક્કી કર્યું.
આ બધા અલ્પસંસારી જીવો. મોહની ચીકાશ નહીં. પેલી ગુંદા અને બોરની વાત આવે છે ને! બોર ખાવ અને બાધા પછી ઠળિયો કાઢવો હોય તો માત્ર ઘૂ કરો અને ઠળિયો બહાર નીકળી જાય. અને ગુંદા ખાધા પછી મોંમાંથી ઠળિયો કાઢવો હોય તો માત્ર ઘૂ કર્યો ઠળિયો ન નીકળે. ક્યારેક ઘૂ..ઘૂ..ઘૂ.. કરવું પડે અને એમ કરતાં ન નીકળે તો હાથ પણ બગાડવો પડે. કેટલાક જીવોનું એવું હોય છે કે એકાદ પ્રયત્નમાં જતેઓ સંસારમાંથી નીકળી જાય.
બાળ જસવંતની આ માર્ગે જવાની તૈયારી જોઈ મોટોભાઈ પદમસિંહ પણ તૈયાર થઈ ગયો. તેણે જસવંતની ભાવનામાંથી પ્રેરણા ઝીલી. બન્ને ભાઈઓનું મુહૂર્ત જેવડાવવામાં આવ્યું. તે વખતના તપાગચ્છના ધુરીણ આચાર્ય મહારાજ શ્રી વિજય દેવસૂરિજી મહારાજ પાટણમાં વિરાજમાન હતા. એટલે, અણહિલપુર પાટણ જઈ જી. લીયે ગુરુ પાસે ચારિત્ર,
યશોવિજય એવી કરીજી, થાપના નામની તત્ર. મોટાભાઈનું નામ પદ્મવિજયજી અમે નાનાભાઈનું નામ
વંદન તમને 7 પ૦