________________
ચાલો, આમંત્રણ તો મઝાનું છે. પણ એ સમારોહમાં પ્રવેશવા માટેનું આમંત્રણપત્ર ક્યાં?
ચિત્તથૈર્યની કેડીએ ચલાય તો જ પેલા સમારોહમાં ઉપસ્થિત રહી શકાય. એ કેડી તરફ જ આનંદલોકનું દ્વાર ખુલ્લું હોય છે. ‘ચિત્ત ડમડોલતું વાળીએ.' ચિત્તનું ડામાડોળપણું જાય અને તે સ્થિર બને તો આત્મગુણોનું અનુભાવન થઈ શકે.
આત્મગુણોની અને આપણી વચ્ચે જે પડદો છે તેને ચીરી નાખવાનો છે, સંત કબીર માર્મિક રીતે રહે છે ઃ ‘ઘૂંઘટ કા પટ ખોલ રે, તોકો પીવ મિલેંગે.....'
ચિત્તની ડામાડોળ અવસ્થા જ પડદો છે.
તો, ચિત્તની બહિર્મુખી સફરને અન્તર્મુખી બનાવી શકાય તો જ જ્ઞાનાદિ ગુણોનું અનુભાવન થાય.
તમે પૂછશો : પણ આખરે ચિત્ત બહાર જ કાં દોડ્યા કરે ?
ચિત્તની આ દોડનું કારણ છે પદાર્થો અને વ્યક્તિઓ પરનો મોહ. મનગમતા પદાર્થોને જોતાં જ ચિત્તનું ત્યાં અનુસંધાન થાય છે. એ પદાર્થો પર પોતાનું સ્વામિત્વ સ્થાપવા માટેના પ્રયાસોની લાંબી હારમાળા શરૂ થાય છે. એક એક પદાર્થને જુએ અને ચાહે યા ધિક્કારે એવું આ ચિત્ત. એને સ્થિર બનાવવા અમોહ લાવવો પડે. તમે વસ્તુને માત્ર જુઓ જ. નિર્ભેળ દર્શન આકર્ષણ નહિ.
વાત તો ઠીક છે, પણ જન્મોથી ઘર કરી બેઠેલા મોહના' ચોરને કઈ લાકડીએ હાંકી કાઢવો ? ચેતન ! જ્ઞાન અજવાળીએ.' જ્ઞાનનો ઉજાસ અંદર જતાં જ મોહ ભાગશે. પ્રકાશમાં રહેવાનું ચોરને પાલવે નહિ.
જ્ઞાન અમોહ ચિત્તથૈર્ય આત્મગુણોનું અનુભાવન. કેટલો મઝાનો
ક્રમ !
શાસ્ત્રીય વચનોના અનુપ્રેક્ષણાત્મક જ્ઞાનથી મોહ હટે. મોહ ઓછો થતાં ચિત્તનું ડામાડોળપણું અથૈર્ય દૂર થાય. ને ત્યારે જ્ઞાનાદિ ગુણોનું અનુભાવન થાય. અનુપ્રેક્ષાથી પ્રારંભાઈ અનુભૂતિમાં વિરમતી આ યાત્રા કેવી તો સુખદ છે !
અમૃતવેલ'ની સાપ્ ૪૫