________________
| ‘અમૃતવેલ'ની સઝાયમાં સાધનાપદ્ધતિઓનું આલેખન
પં. યશોવિજય ગણિજી
નકશા વિના મોટા શહેરની ગલીકૂચીમાં માર્ગ ગોત્યો જડે નહિ, સ્નેહીનું ઘર મળે નહીં.
સાધનાક્ષેત્રે પણ નવાસવા સાધકને આ મૂંઝવણ ઘણી વાર થતી હોય છે : પોતાની ચાલુ ભૂમિકાથી આગળ શરૂઆત કેમ કરવી અને ક્યાંય અટવાઈ ન જવાય તેમ લગાતાર શી રીતે આગળ ધપ્યા કરવું. સાધનાપથનો નકશો હોય તો સારું એમ લાગ્યા કરે.
ચેતન ! જ્ઞાન અજવાળીએ....'ના મધુરા અમંત્રણથી શરૂ થતી અમૃતવેલ'ની સઝાય સાધકો માટે માર્ગદર્શિકાની ગરજ સારે તેવી આસ્વાદ્ય, નાનકડી, ગેય કૃતિ છે. ગાતા જાવને આગળ વધતા જાવ!
“પંચસૂત્રક” ગ્રંથના પ્રથમ સૂત્રને નજર સામે રાખી બનાવવામાં આવેલ ગણાતી આ કૃતિ માત્ર અવતરણ ન બની રહેતાં સુન્દરતર મૌલિક રચના બની ઊઠી છે, તે મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજની કલમનો ચમત્કાર છે.
મધુર કંઠે, ભાવવાહી રીતે કોઈ સાધક પ્રસ્તુત સ્વાધ્યાયની ઓગણત્રીસ કડીઓ ગાતો હોય તો શ્રોતાઓય તેના રસપ્રવાહમાં સાથે સાથે વહ્યા કરે તેવી સ-રસતા પ્રસ્તુત કૃતિમાં છે.
જોકે, સૌથી વધુ મહત્ત્વની બાબત તો એ જ છે કે આ કૃતિ ગાગરમાં સાગરની જેમ સાધનામાર્ગને સચોટતાથી, એકદમ સંક્ષેપમાં મૂકી જાય છે.
ફોલેડ નકશાની જેમ “અમૃતવેલ'ની સઝાયને જોઈએ તો ફોટ્સ આ રીતે ખૂલશે : પહેલી કડીમાં આત્મગુણના અનુભાવનનું આમંત્રણ છે.
“અમતવેત’મળાય n aો