________________
વિશેષ સરળતાથી જીતી લે, તેમાં પણ શંકા નથી. આથી જ્ઞાનમાર્ગી વિરાગી અને ભક્ત તરીકેની ઉપાધ્યાયજીની પ્રતિભા અહીં કામ કરી રહી છે તે પણ સ્પષ્ટ છે. આ અને આવી રચનાઓને કારણે જ કહી શકાય કે પંડિતો અને વિદ્વાનોને માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ આરાધ્ય જ્ઞાનમૂર્તિ રહ્યા, તે જ રીતે સામાન્ય પ્રજાને માટે આ અને આવી અનેક રચનાઓ કરીને તેઓ આરાધ્ય ભક્તિમૂર્તિ બન્યા.
“જંબૂસ્વામી રાસ'માં યશોવિજયજી તેમના જમાનામાં રાગરાગણીના પ્રચારનો જે પ્રભાવ હતો તેનો લાભ લઈને ૩૭ જેટલી ઢાળ પ્રયોજે છે અને એકનો બીજી વખત ઉપયોગ કરતા નથી. રાગરાગણી પરના તેમના અનુપમ પ્રભુત્વનું આ એક પ્રમાણ છે. આમ આ રાસમાં જુદી જુદી ૩૭ ઢાળ એટલે કે ૩૭ રાગ ઉપાધ્યાયજીએ પ્રયોજ્યા છે.
એક સંસ્કૃત ઉક્તિ છે કે “થમાછીઢ અબવ પતિ ટુષિi ” બાળકોને પહેલાં મધ ચટાડવામાં આવે તો તેને કડવી દવા પણ ગ્રાહ્ય બને છે. જૈન ધર્મ, આચાર, દર્શન, ઉપાસના અને સાધનાના પ્રવર્તક તરીકે આ રાસ રચવા પાછળનો પણ ઉપાધ્યાયજીનો પ્રધાનોદ્દેશ સંસારીજનોને જગતનાં આકર્ષણો અને મોહમાયા છાંડી, તેનાથી ઉપસ્થિત થતી યાતનાઓના ભયથી ભયભીત થઈને પણ સંસારત્યાગ, ઉદાસીનતા, જ્ઞાનમાર્ગ તરફ વળવાનો ઉપદેશ આપવા માગે છે અને તે અહીં વ્યંજન રૂપે, બૂસ્વામીના આદર્શ દ્વારા સિદ્ધ કરવા માગે છે. અને તેથી આ રાસનું કથાતત્ત્વ, સંગીતમયતા અત્યન્ત પ્રસન્નકર બને છે અને જાણે શ્રોતાને, રાસ ગાનારને ખ્યાલ પણ ન આવે તે રીતે ઉપાધ્યાયજીનો ઉદિષ્ટ બોધ તે ગ્રહણ કરી લે છે.
પ્રથમ કક્ષાની કવિતા, ઉદાત્ત કલ્પનાશક્તિ વગેરે અહીં ખીલ્યાં છે. તેમાં શબ્દ અને અર્થની છટા, પ્રભાવોત્પાદકતા, મોટે ભાગે મધુરતા, ખાસ ધ્યાન ખેંચે છે. આના અનેક દાખલા ડગલે ને પગલે આપણને મળે છે. એક જ દાખલો લઈએ તો -
“અધરસુધા મુખચન્દ્રમા, વાણીસાકર બાહ્ય મૃણાલી રે;
તે પેઠી મુજ ચિત્તમાં, તેણીએ કાયા કહો કેમ બાળી રે!” આપણે ઉપર ઉલ્લેખેલા કવિના ઉત્તમ કલ્પના પ્રભાવનાં પણ અનેક પ્રસન્નકર મુગ્ધકર ઉદાહરણો પણ આ કાવ્યમાં અનેક સ્થળોએ મળી રહે છે.
ન
ભુસ્વામી રાસ a v૧