________________
આ અનુમોદના આપણા હૃદયને વિશુદ્ધ બનાવે છે.
કડી ૨૪-૨૫ દેહ મન વચન પુદ્ગલ થકી,
- કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું,
જ્ઞાન આનંદ સ્વરૂપ રે... કર્મથી કલ્પના ઊપજે,
પવનથી જેમ જલધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું,
દેખતાં દષ્ટિ સ્થિર મેલરે... ત્રિપુટી સાધનાથી મોહ પાતળો પડ્યો. નિર્મોહિતા આવવાથી આત્મગુણોનું અનુભાવન શક્ય બન્યું. “હું” કોણ અને “મારું” શુંની તાત્ત્વિક ભૂમિકા પ્રાપ્ત થઈ.
આ ભૂમિકા ભણી ઇશારો કરતાં મહોપાધ્યાયજી કહે છેઃ તું કોણ છે એ જાણ, તું શરીર નથી, તું મન નથી, તે શબ્દો નથી, તે પુગલ પરમાણુઓનો સંચય નથી, તું કર્મ દ્વારા ચાલિત પૂતળું નથી, તું એ બધાથી ઉપર છે. ચોવીસમી કડીનો પૂર્વાર્ધ “નેતિ-નેતિ'ની ઔપનિષદિક ભાષામાં આત્મસ્વરૂપ દર્શાવે છે. ઉત્તરાર્ધ હકારાત્મક ભાષામાં એ વાત રજૂ કરે છે. “અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે.” આત્માનું આ જ્ઞાનમય અને આનંદમય સ્વરૂપ છે તે કદી ક્ષીણ ન પામે તેવું અને બિલકુલ ડાઘ વગરનું છે.
પ્રશ્ન એ થશે કે, ભીતર આવો આનંદનો ઉદધિ ઊછળી રહ્યો છે તો મનુષ્ય ચપટી આનંદ માટે વલખાં કાં મારી રહ્યો છે?
મહોપાધ્યાયજી કહે છે : સંકલ્પો ને વિકલ્પોના પતનના કારણે તરંગાયિત બનેલ ચિત્તસમુદ્રમાં આત્મિક આનંદની ઝાંય પડી શકતી નથી. પવન મોજાંને હિલોળે ચડાવી રહ્યો હોય તો દરિયાના પાણીની આરપાર નજર જઈ શકે નહિ. હા, દષ્ટિને વેધક ને સ્થિર બનાવીએ તો આભાસ પામી શકાય. ચિત્તધૈર્ય આ રીતે પડદો ઉઠાવે છે.
રૂપ પ્રગટેસહજ આપણું, દેખતાં દષ્ટિસ્થિર મેરે.” દષ્ટિ પેલાતરંગોને વીંધીને ભીતર પહોંચે એવું કંઈક કરવું છે. એક વાર આત્મગુણોના અનુભવનનો રસાસ્વાદ લીધા પછી વારંવાર એ અનુભવ દોહરાવવાનું મન થશે.
-અમૃતવેલ"ના સગાય 1 પર