________________
ઉચિત સ્થિતિ જે સેવે સદા,
તેહ અનુમોદવા લાગ રે.... થોડલો પણ ગુણ પર તણો,
સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતા,
નિર્ગુણ નિજાતમા જાણ રે. ઉચિત વ્યવહાર અવલંબને,
એમ કરી સ્થિર પરિણામ રે; ભાવિયે શુદ્ધ નય ભાવના,
પાવનાશય તણું ઠામ રે... બહુ સરસ છે બાવીસમી કડી. આખીય “અમૃતવેલ'ની સઝાય અદ્ભુત છે. પણ કોઈ કહે કે, ઓગણત્રીસ કડી યાદ રહે તેમ નથી. કોઈ બેચાર “હીટ' કરી બતાવો, તો બાવીસમી કડી કંઠસ્થ કરવાનું સૂચવવાનું મન થાય.
થોડલો પણ ગુણ પર તણો, સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજાતમા જાણ રે...” આપણી દષ્ટિને અનુમોદનાનો ઝોક આપવા માટે આ કડીનું વારંવારનું રટણ જરૂરી છે.
સુકૃતની અનુમોદના. “જિમ હોય કર્મ વિસરાલ રે....કલ્યાણ મંદિર સ્તોત્રનું પેલું રૂપક યાદ આવી જાય છે : “ગોસ્વામિનિ સ્તુરિતચેતસિ દષ્ટમાત્રે..” ચોરો ગાયોના ધનને લઈ જઈ રહ્યા છે. ભરવાડને ખબર પડે છે અને તે ડંગોરો લઈ દોડતો પાછળ પડે છે. તેની હાક અને તેનું રૌદ્ર સ્વરૂપ જોઈ ચોરો ધણ મૂકી “ગચ્છન્તિ' કરી જાય છે. -
અરિહન્તોના આહત્ત્વની અનુમોદના કરતી વખતે થાય કે પરમાત્માના પ્રભાવથી મારા કર્મો વિલીન થઈ રહ્યાં છે. સિદ્ધોના સિદ્ધત્વની, આચાર્ય મહારાજના આચારની, ઉપાધ્યાયજીના અધ્યાપનની અને મુનિરાજના મહાવ્રતપાલનની આપણે અનુમોદના કરીએ અને તે તે ગુણો ઉત્કટ રીતે આપણામાં કઈ રીતે આવે એનું ચિન્તન કરીએ.
શ્રાવકોના દેશવિરતિ ધર્મની અને સમક્તિના સદાચારની જ નહિ, જ્યાં જ્યાં કોઈનામાં પણ પાપભીરુતા, કરુણા આદિ દેખાય ત્યાં ત્યાં તેના તે તે ગુણની અનુમોદના કરવાની છે.
આ પોભરતી n ૫૨ -