________________
આ અનુભાવન પહેલાં હૃદયમાં જે મધુમય ઝંકાર ઊપડે છે, તેની નોંધ બીજી અને ત્રીજી કડી આપે છે સાધનાની પૃષ્ઠભૂનું મધુર આલેખન.
૪થી ૨૩મી કડી અનુભાવનના માર્ગનું વિશદ વર્ણન આપે છે. ચતુઃશરણ ગમન, દુષ્કૃત ગહ અને સુકૃત અનુમોદનાની સાધનાનું રસઝરતું બ્યાન ઉપર્યુક્ત દુહાઓમાં છે.
સાધનાપદ્ધતિનું બીજી વાર વર્ણન કરતાં પહેલાં ૨૪મી અને ૨૫મી કડી સાધક તરફ કેમેરા ફેરવે છે. આત્મદર્શનની મધુરી વાતો આ બે દુહાઓમાં છે.
૨૬થી ૨૮મી કડીમાં ફરી સાધનામાર્ગના માર્મિક પક્ષનું ઉદ્ઘાટન થયું છે. હિતશિક્ષા સાથે ૨૯મી કડીએ કૃતિ પૂરી થાય છે.
સાધનામાર્ગનું વર્ણન બે વાર થયું છે : ૪થીથી શરૂ ક૨ીને ૨૩મા દુહા સુધી; ૨૬થી ૨૮મા દુહા સુધી. પહેલી વખતે ચતુઃ શરણ ગમન આદિ ત્રણ તત્ત્વોની વાત છે, બીજી વખતે સ્વાધ્યાય, નિર્મોહતા આદિ આઠ Steps બતાવાયા છે.
ચાલો, કડીઓને ગાતાં ગાતાં આ ફોલ્કેડ નકશાએ ચીંધેલા રાહ પર
ચાલીએ
પહેલી કડી.
ચેતન ! જ્ઞાન અજવાળીએ,
ટાળીએ મોહસંતાપ રે;
ચિત્ત ડમડોલતું વાળીએ,
પાળીએ સહજગુણ આપ રે.’
મઝાનું નિમંત્રણ છે આત્મગુણના અનુભાવનનું ‘પાળીએ સહજગુણ આપ રે.’ કેવો અનેરો આનંદ આવે, જ્ઞાન કે અસંગતા જેવા ગુણોના અનુભાવનનો !
અનુભાવન. ડૂબી જવાનું. Feel કરવાનું. પછી સ્વાધ્યાયમાં વંચાતા મહર્ષિઓનાં વચનો-પ્રવચનો કે સંગોષ્ઠીઓમાં વોટ કરવા માટેનાં જ નહિ, અંદરની દુનિયામાં પ્રવેશ કરાવનારાં બની રહેશે. આનંદની છાકમછોળ ઊડી રહે.
પોભારતી શT