________________
ભવદેવની વિરહની પીડાનું આલેખન, રાજગૃહ નગરીનું વર્ણન વગેરે આનાં સચોટ એવાં ઉદાહરણો છે. '
થોડામાં ઘણું કહી દેવાની શક્તિ અને તે માટે પ્રયોજાતી લાઘવયુક્ત ભાષાએ કવિવાણી અને કાવ્યનું એકવિશેષ લક્ષણ છે. વાનરી સ્ત્રી બને છે તેનું સચોટ વર્ણન કવિ લાઘવયુક્ત ભાષામાં કરે છે. દુર્ગિલા નદીમાં સ્નાન કરવા જાયછે, તેવર્ણન આજલાઘવસહિત અત્યંતચિત્રાત્મક બન્યું છે.
સુંદર અલંકારપ્રયોગો એ આ રાસનું કવિની કવિતાનું એક વિશેષ લક્ષણ છે. પતિની સાથે દીક્ષા લેવા આઠેય પત્નીઓ તૈયાર થાય છે તેનું વર્ણન રૂપકોની પરંપરા આપે છે ! આ ઉપરાંત કવિ ઉપમા, ઉભેલા. દષ્ટાંત, અતિશયોક્તિ વગેરે સ્વાભાવિક રીતે પ્રયોજે છે; તેમના અલંકારો કાવ્યમયતામાં અંતરંગ બની રહે છે. એક ઉભેક્ષા લગ્ન માટે સ્નાન કરતા જંબૂકુમારના વાળમાંથી ટપકતા પાણી માટે આ રીતે કવિ આપે છે –
નીચોઈનું પાણી રે, ન્હાયા જંબૂ શિર જાણી રે;
લોચ ટૂકડો માનું એ કેશ આંસૂ સુરઈરે. જનસામાન્યની અને કવિની ભાષા આમ તો એક જ છે, પરંતુ કવિ પાસે શબ્દોની પસંદગી અને તેને ગોઠવવાની કલા છે, શબ્દોમાંથી અસામાન્ય અર્થ અને અર્થછાયાઓ તારવવાની ક્ષમતા છે તેનાથી કવિ કવિ બને છે. કવિ અનેક સ્થળે પોતાના શબ્દો પાસેથી અનુપમ, ગહન, ઘણી વાર ભવ્યતાએ પહોંચતા અર્થો અને ભાવો તારવી શકે છે. “એકંદરે જોતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ જીવનની ઉત્તરાવસ્થામાં આ એક સુંદર રાસકૃતિ આપીને આપણા મધ્યકાલીન રાસાકવિઓમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. સાથે સાથે તેમની ભાષામાં ગૌરવ, માર્મિકતા, પ્રસાદ અને માધુર્ય જોઈ શકાય છે; તેમનો વાણીનો પ્રવાહ અનાયાસ, સરળ, ખળખળ કરતો વહ્યા કરે છે.
આ બધા ગુણોથી આ ગહનગંભીર ભાવાભિવ્યક્તિ સાધતી આ કૃતિ મુગ્ધકર બને છે. આ રાસાના રચયિતાને ભાવપૂર્વક વંદના કરીએ.
- યશોદાવતી ૪૨