________________
રહેલા છે. પ્રારંભનો ઉલ્લેખ તો ઘણી પ્રતિઓમાં મળે છે. અંતિમ ઉલ્લેખ સં. ૧૭૨૯માં લખાયેલી વિજાપુરની શ્રીરંગવિમળજી જ્ઞાનભંડારની પ્રતિમાં તથા તેના ઉપરથી જ સંભવતઃ લખાયેલી કાશીના યતિ શ્રી હીરાચંદ્રજીની પ્રતિમાં મળે છે. માત્ર એક જ પ્રતિ અમારા જોવામાં આવી છે કે જે ઉપાધ્યાયજી મહારાજના આદર્શ પૂર્વે સં. ૧૫૦ આસપાસ લખાયેલી છે. બાકીની બધી નયચક્રની પ્રતિઓ ઉપાધ્યાયજી મહારાજે તૈયાર કરેલી આદર્શની કોપીઓ જ અમારા જેવામાં આવી છે. સન્મતિર્ક ગ્રન્થનો રેલો વિશાળ ઉપયોગ
ઉપરના ઉલ્લેખથી શ્રી વિજયદેવસૂરિ મહારાજના સમયમાં તેમણે આદર્શ તૈયાર કર્યો હતો અને શ્રી દેવસૂરિજી મહારાજનો સ્વર્ગવાસ સં. ૧૭૧૩માં થયો હતો. તેથી ઉપાધ્યાયજી મહારાજે સં. ૧૭૧૩ પહેલાં જ એ આદર્શ તૈયાર કર્યો હતો એ સ્પષ્ટ છે. ઉપાધ્યાયજી મહારાજનો સ્વર્ગવાસ વિક્રમ સંવત્ ૧૭૪૩માં થયો છે, એટલે આદર્શ તૈયાર કર્યા પછી ઓછામાં ઓછાં ત્રીશ વર્ષ તો તેઓ જીવ્યા જ હતા. આ કાળમાં તેમણે ઘણું સાહિત્ય સર્જેલું છે. સન્મતિતર્કનો તો તેમના ગ્રંથોમાં ઘણા જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરેલો છે. તેમણે જુદા જુદા ગ્રંથોમાં સન્મતિની ગાથાઓનાં કરેલાં વિવેચનોને એકઠાં કરવામાં આવે તો સન્મતિતર્ક ઉપર એક સ્વતંત્ર ટીકા તૈયાર થઈ જાય. સન્મતિની અભયદેવસૂરિકૃત ટીકાનો પણ ઘણો જ ઉપયોગ તેઓશ્રીએ કરેલો છે કે જેની મદદથી મેં ઘણે સ્થળે સન્મતિની ટીકામાં શુદ્ધિ પણ કરી છે. આમ છતાં નયચક્રનો તેમણે ક્યાંય ખાસ ઉપયોગ કર્યો હોય તેમ દેખાતું નથી. તેનું કારણ નયચક્રવૃત્તિની અત્યંત અશુદ્ધતા તથા મૂલનો અભાવ વગેરે લાગે છે. ગુજરાતી ભાષામાં રચેલા સીમર્ધરસ્વામીને વિનંતિ રૂપ ૩૫૦ કડીના સ્તવનની ૧૬મી ઢાળની બીજી કડીમાં જ તેમણે નયચક્રનો ઉપયોગ કરેલો માત્ર મારા જેવામાં આવ્યો છે. એ કડી નીચે પ્રમાણે છે:
ચાર છે ચેતનાની દશા અવિતથા, બહુ શયન શયન જાગરણ ચોથી તથા; મિચ્છ અવિરત સુયત તેરમેં તેહની, આદિ ગુણઠાણે નયચક્રમાં મુણી.”
આ કડી સાથે સંબંધ ધરાવતો ભાગ નયચક્રવૃત્તિનાં બીજા અરમાં
૧ આ સિવાય બીજો કોઈ સ્થળ ઉપાધ્યાયજી મહારાજે નયચક્રનો ઉપયોગ કર્યો હોય તો તે જણાવવા વિદ્વાનોને વિનંતિ છે.
પશીલી "as ]