________________
બાર વરસ કાશીમાં રહીને ઘાસ કાપ્યું ?” આ સાંભળીને શ્રી યશોવિજયજી મહારાજ સમયસૂચક્તા વાપરીને મૌન રહ્યા. પ્રતિક્રમણ પૂરું થયા બાદ વિચાર કરતાં સ્પષ્ટ જણાયું કે “શ્રાવકનું કહેવું અઘરે અક્ષર વાજબી છે, કારણ કે પ્રાકૃત-સંસ્કૃતના જાણકારની સંખ્યા બહુ ઓછી છે. તે નહીં જાણનારને તો પ્રચલિત ભાષામાં જ બોધ થઈ શકે. આ ઇરાદાથી બહુ જ વૈરાગ્યમય સઝાય બનાવીને મોઢે કર્યા બાદ બીજે દિવસે પ્રતિક્રમણમાં શ્રી યશોવિજયજી મહારાજ સઝાયનો આદેશ માગી તે બોલવા લાગ્યા. સાંભળનારા શ્રાવકો સાંભળતાં વૈરાગ્યરસમાં ઝીલવા માંડ્યા. સક્ઝાય લાંબી હતી, તેથી વાર બહુ લાગી. શ્રાવકો પૂછવા લાગ્યા કે હવે બાકી કેટલી રહી? ઉપાધ્યાયજી મહારાજનો વિચાર એ હતો કે જ્યાં સુધી ઘાસ કાપવાનું કહેનાર શ્રાવક ન બોલે ત્યાં સુધી સઝાય ચાલુ રાખવી. કેટલોક ટાઈમં ી બાદ એ જ શ્રાવકે પૂછ્યું કે “હે મહારાજ! હવે સક્ઝાય કેટલી બાકી રહી?' જવાબમાં શ્રી ઉપાધ્યાયજીએ જણાવ્યું કે “મહાનુભાવ ! બાર વરસમાં પેદા થયેલા ઘાસના આજે પૂળા બંધાય છે. એક વરસના ઘાસના પૂળા બાંધવામાં ઘણો ટાઈમ જાય તો આમાં વધારે ટાઈમ લાગે, એમાં નવાઈ શી?' શ્રાવક મુદ્દો સમજી ગયો અને માફી માગવા લાગ્યો. શ્રી ઉપાધ્યાયજીએ સઝાયની ઢાળ પૂરી કરી. આ રીતે ઉપાધ્યાયજી મહારાજે લોકભાષાબદ્ધ કૃતિઓ રચવાની શરૂઆત કરી એમ કહેવાય છે. ઉપર જણાવેલી ઘટના અમદાવાદમાં અગર સુરતમાં બની, એમ પણ કહેવાય છે. વાચકવર્ષે ગુજરાતી ને હિંદી વગેરે ભાષામાં જે તત્ત્વબોધદાયક ગ્રંથો બનાવ્યા છે તેમાંના કેટલાકની નામાવલી આ પ્રમાણે
૧. અધ્યાત્મમત પરીક્ષાનો ટાબો (મુદ્રિત). ૨. આનંદઘન -અષ્ટપદી-મેડતામાં આનંદધનજી મહારાજને ઉપાધ્યાયજી મળ્યા હતા. વિશાલ અનુભવ, નિઃસ્પૃહતા વગેરે અપૂર્વ ગુણોથી આકર્ષાઈને વાચકવર્ષે તેમની સ્તુતિ બનાવી હતી. તે આઠ શ્લોકપ્રમાણ હોવાથી અષ્ટપદી કહેવાય છે. ૩. ઉપદેશમાલા. ૪. બૂસ્વામીરાસ. ૫. જસવિલાસ. આમાં અધ્યાત્માદિ આત્મદષ્ટિને પોષનાર તત્ત્વોને લક્ષ્યમાં રાખીને પદ વગેરે સ્વરૂપે રચના કરી છે. ૬. જેસલમેર પત્ર. ૭. જ્ઞાનસારનો ટબો.