________________
પ્રમારહસ્ય. ૬૭. મંગલવાદ. ૬૮. લતાય. ૬૯. વાદમાલા. ૭૦. વાદરહસ્ય ૭૧. વિચારબિંદુ. ૭૨. વિધિવાદ. ૭૩. વીરસ્તવટીકા. ૭૪. વેદાંતનિર્ણય. ૭૫. વેદાંતવિવેકસર્વસ્વ. ૭૬. વૈરાગ્યરતિ. ૭૭. શઠપ્રકરણ. ૭૮. સિદ્ધાંત તર્ક પરિષ્કાર. ૭૯. સિદ્ધાંતમંજરી ટીકા. ૮૦. સ્યાદ્વાદ મંજૂષા (સ્યાદ્વાદમંજરી ટીકા). ૮૧. સ્યાદ્વાદરહસ્ય. આ ગ્રંથનો ઉલ્લેખ ન્યાયલોકના ત્રીજા પ્રકાશની છેવટે આ પ્રમાણે આવે છે : पर्यायाश्चनंता इति न तेषां विविच्यविभाग इत्यधिकमत्रत्यं तत्त्वं स्याद्वाहरस्यादावनुसंधेयम् ।
આપણે ઉપર જોયું તે પ્રમાણે ઉપાધ્યાયજીકૃત ગ્રંથોના ત્રણ વિભાગ પાડી શકાય : (૧) મૂલગ્રંથો, (૨) ટીકાગ્રંથો, (૩) અનુપલબ્ધગ્રંથટીકાદિ. તેમાં મૂલગ્રંથો લગભગ ૪૩, ટીકાગ્રંથો ૧૧ અને અનુપલબ્ધ ગ્રંથ ટીકાદિની સંખ્યા ૨૭ છે. ગુરુતત્ત્વવિનિશ્ચયાદિ ગ્રંથો ઉપરથી એ પણ નિર્ણય જરૂર થઈ શકે છે કે વાચકવર્યે પ્રાકૃત મૂલગ્રંથો પણ રચેલા છે. અત્યાર સુધીમાં જણાવેલી બીના ઉપરથી વાચકો જાણી શકશે કે ન્યાયાચાર્યજી મહારાજ પ્રાકૃત અને સંસ્કૃતભાષાના તથા બંને ભાષામાં રચાયેલા પ્રાચીન ગ્રંથોના ઉચ્ચકોટીના જાણકાર હતા.
ઉપાધ્યાયજીકૃત લોકભાષાબદ્ધ કૃતિઓ
પણ પરોપકારરસિક વાચકવર્યે કેવળ વિદ્વદ્ભોગ્ય સાહિત્ય રચીને જ સંતોષ નથી માન્યો. તેમને બાલજીવોને પણ લાભ આપવાની તીવ્ર ઉત્કંઠા હતી. અને તેથી તેમણે લોકાભાષાબદ્ધ અનેક નાની મોટી, ગદ્ય પદ્ય કૃતિઓની રચના કરી છે. આ સંબંધમાં એમ કહેવાય છે કે-ગુરુમહારાજની સાથે ઉપાધ્યાયજી કાશીમાં અભ્યાસ પૂર્ણ કરીને આગ્રા વગેરે બીજા સ્થળે વિહાર કરતાં કરતાં અનુક્રમે એક ગામમાં પધાર્યા. સાંજે પ્રતિક્રમણમાં એક શ્રાવકે શ્રી નયવિજયજીની આગળ વિનંતિ કરી કે આપની આજ્ઞાથી આજે આપના વિદ્વાન શિષ્ય શ્રી યશોવિજયજી મહારાજ સજ્ઝાય બોલે, તે સાંભળવાની ઇચ્છા છે, કૃપા કરીને તેમને આજ્ઞા દેશોજી.'' આ ઉપરથી ગુરુમહારાજે યશોવિજયજીને પૂછ્યું કે “કેમ ભાઈ ! બોલશો ?'' આના જવાબમાં વાચકવર્યે જણાવ્યું- મને સજ્ઝાય કંઠસ્થ નથી (આવડતી નથી)’' શ્રી યશોવિજયજીનાં આ વેણ સાંભળીને શ્રાવકે કહ્યું કે ‘‘ત્યારે શું
મહાન જ્યોતિષ. ૨૧