________________
વચનામૃત રહસ્ય
૧૧ લક્ષમાં લેવા માટે ....દિન-રાત સતત પ્રયત્ન કરવો જોઈએ. આવી વાત છે બાપા આહા...હા..!
એ કોઈ શાસ્ત્રનું જાણપણું થઈ જાય એટલે આત્મા (પ્રાપ્ત) થઈ જાય એમ પણ નથી. (તેના માટે તો) અંતરનું જ્ઞાન જોઈએ. અંતરમાં ઊતરવું જોઈએ. આહા...હા...! ભગવાન અંદર અતીન્દ્રિય આનંદથી ભર્યો પડ્યો છે. જેનો નમૂનો અંતરમાં આનંદના સ્વાદનો આવે ત્યારે તેણે “આત્મા જાણ્યો એમ કહેવામાં આવે. આહા...હા...હા...! અંતરમાં આનંદ છે - અતીન્દ્રિય આનંદ છે (એની સામે) ઈન્દ્રના ઇન્દ્રાસનો પણ સડેલાં કૂતરા જેવા લાગે ! એ સુખ (એવું લાગે) ! સમ્યગ્દર્શન થતાં, અનુભવ થતાં, અનુભવી ધર્મની પહેલી શ્રેણીવાળાને, ધર્મના પહેલાં સોપાન - પગથિયાવાળાને પોતાનાં સુખ આગળ ઇન્દ્રના સુખ પણ ઝેર જેવા લાગે ! આહા..હા...! - હવે એમાં (અજ્ઞાનીને) બહારમાં મીઠાશ લાગે (અને અહીંયા કહે છે ધર્મીને) એ ઝેર જેવા લાગે છે. પણ કોને લાગે ? મીંઢવે તો લાગે) ને ! આત્માનો આનંદ મીંઢવે કે આ (આત્મા) તો આનંદમૂર્તિ છે અને આ (રાગાદિ) બધાં તો ઝેર છે. આ રીતે એની સાથે મેળવે તો એને આનંદ (સામે ઝેર લાગે. પણ મેળવે જ નહિ - જાણે જ નહિ તો એને ઝેર ક્યાંથી લાગે ? આહા...હા...! આવી વાતો છે.
આ બેનનાં વચનો જરી નીકળી ગયાં છે. અંદર અનુભવથી સિદ્ધાંતરૂપે નીકળ્યાં છે. અનુભવની વાણી છે. પુસ્તક તો ૬૦,000 બહાર પડી ગયાં છે. એક શબ્દ (વાક્ય) તો (એવું) આવે છે. છે અહીં ? ચાકળા નથી ? મુંબઈમાં સભામાં બધે ચારે કોર ચાકળા થઈ ગયાં છે. “જાગતો જીવ ઊભો છે' - એ શબ્દ છે. આમાં છે ક્યાંક. કેટલામું પાનું ? આમાં છે. ૩૦૬ (નંબરનો) બોલ (છે). પાનું ૧૦૩. પહેલી લીટી (છે) - “જાગતો જીવ ઊભો છે.” શું કહે છે ? જ્ઞાયક - જાણક સ્વભાવ જીવ ઊભો (છે) એટલે ધ્રુવ છે. આ બધું અનિત્ય અને અસ્થિર છે. પ્રભુ ! અંદર ધ્રુવ છે. જાગતો... જાગતો.... જાગતો.... જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પ્રભુ ! ઊભો છે ને ! ઊભો છે ને અંદર ! ઊભો છે. એટલે ધ્રુવે છે ને ! આ...હા...હા...હા...! “જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય ?' ક્યાં જાય ? શરીરમાં જાય ?. રાગમાં આવે ? જાય ક્યા એ ? આહા...હા...હા...! ઝીણી વાત છે, પ્રભુ ! એના શબ્દો