________________
૧૧૬
[વચનામૃત-૩૪] આ નહિ જ સમજાય અને હું પાગલ રહીશ, એમ મૂંઝાય નહિ હળવેહળવે એનો રસ્તો કાઢે. ધીમે-ધીમે રાગની મંદતા કરતાં સ્વભાવ તરફનું લક્ષ કરીને પ્રયત્ન કરે, મૂંઝાય નહિ. આહા..હા...! આ શરૂઆતની વાત છે.
...એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂઢતા થઈ જાય. તેને સુખનું વેદન જોઈએ છે. મુમુક્ષુને અતીન્દ્રિય આનંદનું વેદન જોઈએ છે. તેનું નામ “મુમુક્ષુ'. એને પુણ્ય ને સ્વર્ગ જોઈતું નથી, એને શેઠાઈ કે દુનિયાની મોટપ જોઈતી નથી. મુમુક્ષુ એને કહીએ કે જેને એકલા આત્માના આનંદનો સ્વાદ જોઈએ છે. આહા..હા..હા..! ઝીણી વાત છે, ભગવાન ! એને બીજી મૂંઝવણ નથી. એક અતીન્દ્રિય આનંદનો સ્વાદ જોઈએ છે. એ પ્રય-પાપના ભાવમાંથી નીકળતો નથી એટલે મૂંઝવણ આવે છે. અંદરમાં જવાનો પ્રયત્ન થઈ શકતો નથી તો મૂંઝવણ આવે. પરંતુ તેને સુખનું વેદન જોઈએ છે..... અતીન્દ્રિય આનંદનું વેદનું જોઈએ છે. આ..હા..હા..!
તિર્યંચ છે તિર્યંચ....! અઢી દ્વીપ બહાર હજાર-હજાર જોજનના લાંબા માછલા (છે). ભગવાન કહે છે કે ત્યાં એ પણ સમકિતી છે. આતમજ્ઞાન (પ્રાપ્ત થયેલાં છે અને પંચમ ગુણસ્થાનવાળાં છે ! એણે પણ અંદર માર્ગ કાઢી નાખ્યો ! હજાર જોજનનો મચ્છ ! સ્વયંભૂરમણ છેલ્લો દરિયો છે ત્યાં એવા મચ્છ ને મગરમચ્છ ઘણાં છે. એ જીવોએ, અસંખ્ય જીવોમાંથી કોઈ જીવે અંદરમાંથી માર્ગ કાઢી નાખ્યો ! આહા..હા..! મૂંઝાણા નહિ કે, અમે તિર્યંચ થઈ ગયા છીએ, હવે ધર્મ કેમ પામશે ? ઢોર-પશુ છીએ . એમ મૂંઝાણા નહિ. આહા.હા..! તો મનુષ્યને મૂંઝવણ આવે એમ કેમ કહે છે ? અહીં તો સાંભળવાની સગવડતા, શાસ્ત્રની એવી જોગવાઈ પણ છે. એને તે જોગવાઈ નથી. છતાં એ અંતરથી રસ્તા કાઢે છે. હજાર જોજનના મચ્છ ને મગરમચ્છ ! ચાર-ચાર હજાર ગાઉના લાંબા....! સ્વયંભૂરમણ સમુદ્ર છેલ્લો...! સ્વયંભૂ ! મોટો અસંખ્ય જોજનનો લાંબો દરિયો (છે) ! એ જીવ પણ અંદરમાં માર્ગ કાઢે છે.
પૂર્વ સાંભળ્યું હતું પણ અમે કરી શક્યા નથી. એ ગુરુએ અમને કહેલું કે તારો આત્મા અતીન્દ્રિય આનંદ ને સુખનો સાગર છે ! સુખનો દરિયો છે, એ સાંભળેલું પણ અમે પ્રયત્ન કર્યો નહિ. એમ તિર્યંચને પણ સ્મરણમાં