________________
વચનામૃત રહસ્ય
૧૧૭ આવતાં, કેટલાકને તો જાતિસ્મરણ (જ્ઞાન) થાય છે. કોને ? તિર્યંચને....! અરે...! સિંહ અને વાઘ....! અઢી દ્વીપ બહાર સિંહ અને વાઘ આદિ છે - અસંખ્ય (છે). એમાં એવો અસંખ્યમો ભાગ ! પણ અસંખ્ય સિંહ અને વાઘ પણ સમકિતી છે. આ......!
અહીં તો કહે છે કે તું તો મનુષ્ય છો ! તને સાંભળવાનો જોગ મળે છે. કાને સત્ સાંભળવાનું મળે છે. એને તો બચારાને કાંઈ સાધન નથી. વાઘ ને સિંહના અવતાર થઈ ગયા. કોઈ એવા કષાયના પરિણામ કરેલાં (તો) એ મરીને સિંહ અને વાઘ થયા. છતાં પૂર્વે સાંભળેલું એ એકદમ સ્મરણમાં આવી જાય છે. સ્મરણમાં આવતાં એકદમ અંતરમાં ઊતરી જાય છે. આહા..હા...! એ તિર્યંચ પણ સાધન ને સામગ્રી વિનાનાં... આ...હા..હા..! એ પણ અંદરમાં ઊતરી જાય છે !! એવી એના આત્મામાં તાકાત છે. તો જેની મોક્ષની અભિલાષા હોય એ મૂંઝાય નહિ, (એમ) કહે છે. એ અંદરથી માર્ગ કાઢી જ લે. હળવે...હળવે..હળવે... ધીમે..ધીમે... (ભાર્ગ કાઢી જ લે ! આહા..હા...! છે ?
તેને સુખનું વેદન જોઈએ છે.... મુમુક્ષુની વ્યાખ્યા કરી કે, મુમુક્ષુ એને કહીએ કે જેને અતીન્દ્રિય આનંદનું વેદન જોઈએ છે. એને નથી સ્વર્ગે જોઈતું નથી શેઠાઈ જોઈતી, નથી અબજોપતિપણાની બુદ્ધિની શેઠાઈ જોઈતી, નથી દુનિયાની મહત્તા ને મહિમા જોઈતી (પરંતુ, એક આત્માનો અતીન્દ્રિય આનંદ જોઈએ છે . એને મુમુક્ષુ કહીએ છીએ. આ..હા..હા..! પછી આઠ વર્ષની બાલિકા હોય તો પણ એ સમકિત પામી શકે છે. આઠ વર્ષની બાલિકા પણ જો મુમુક્ષુ હોય (એટલે કે આત્માના આનંદના લાભની ભાવના હોય), એ પણ મૂંઝવણ છોડી દઈને અંતરમાં ધીમે... ધીમે.... જતાં માર્ગ કાઢી લ્ય છે.
(અહીંયા કહે છે) તેને સુખનું વેદન જોઈએ છે તે મળતું નથી ને બહાર રહેવું પોષાતું નથી....... આ..હા..હા..! બહારમાં ગોઠતું નથી, આ..હા..હા..! અંદરમાં જવાતું નથી, બહારમાં ગોઠતું નથી. આહા...હા...! માર્ગ બહુ ઝીણો, પ્રભુ ! બહારની દુનિયાના આ ઠાઠ-માઠ તો બધાં મસાણના ઠાઠ છે ! આહા..હો...! મસાણના ઠાઠ છે બધાં !!
અંદરમાં અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન ! સુખનો દરિયો !