________________
વચનામૃત રહસ્ય
“તું સત્ની ઊંડી જિજ્ઞાસા કર જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે; તારી મતિ સરળ અને સવળી થઈ આત્મામાં પરિણમી જશે. સત્તા સંસ્કાર ઊંડા નાખ્યા હશે તો છેવટે બીજી ગતિમાં પણ સત્ પ્રગટશે. માટે સત્તા ઊંડા સંસ્કાર રેડ.” ૫૦.
૨૦૭
૫૦ (મો બોલ). ‘તું સત્ની ઊંડી જિજ્ઞાસા કર...' આહા..હા..! સત્ (એટલે) સત્તા. અંદર ચૈતન્યની સત્તા છે - ત્રિકાળી હોવાપણું છે, એવા સત્ને શોધવા જા ! તેવા સને તપાસ ! આહા...! સત્ની ઊંડી જિજ્ઞાસા કર. સત્ એટલે ? પુણ્ય ને પાપના વિકલ્પ તે અસત્ય છે. શ૨ી૨, વાણી, મનની તો વાત જ અહીં નથી. એ તો જડ છે. પણ એમાં થતાં પુણ્ય-પાપના ભાવ પણ ચૈતન્યસ્વરૂપના ભાવથી ભિન્ન વિકલ્પની જાળ છે, તેને છોડીને અંતરમાં ઊંડા વિચારમાં જા ! આ..હા..હા..! ઊંડી.... ઊંડી... જિજ્ઞાસા કર ! ‘....જેથી તારો પ્રયત્ન બરાબર ચાલશે;....’
અંદરમાં ઊંડે... ઊંડે... જા ! અંદર એ રાગના તળિયે નીચે ભગવાન બિરાજે છે. રાગ ઉપર ઉપર છે. જેમ પાણીમાં તેલના બિંદુઓ ઉ૫૨ ઉપ૨ છે. પાણીના દળમાં તેલના બિંદુ ઉપર છે. એ પાણીના દળમાં પેસતા નથી. એમ ભગવાન આનંદસ્વરૂપમાં પુણ્ય-પાપના પરિણામ તે તેલ જેવાં બિંદુ છે. તે અંદરમાં પ્રવેશ કરતાં નથી. આ..હા..હા..! અરે...! આવી વાતું ક્યાંથી (આવી) ?! (પણ) એવી વાત છે, પ્રભુ ! અહીં તો આ ઘરે તો આ (વાત)
છે.
એક ફેરી વાત કરી હતી ને ? અબ હમ કબહુ ન નિજ ઘર આયે,’ અબ હમ કબહુ ન નિજ ઘર આયે, પર ઘર ભમત અનેક નામ બનાયે, પરભાવ ભમતા અનેક નામ ધરાયે, પણ અબહુ કબહુ ન નિજધર આર્ય.