Book Title: Vachnamrut Rahasya
Author(s): Vitrag Sat Sahitya Prasarak Trust
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 255
________________ ૨૪) વચનામૃત-૪૧૨] સંસ્કાર અંતરમાં નહિ નાખ્યાં હોય અને બહારના સંસ્કારનાં ઘેરામાં ઘેરાયેલો હશે... ... હા..! એ મરણ કરીને ક્યાંય ચાલ્યો) જશે. આહાહા..! (માટે અહીંયા કહે છે) ...આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે, તો તે એક જ તને શરણ આપશે. સિદ્ધાંતમાં તો એ લેખ છે : મંગલિકમાં આવે છે ને ? અરિહંતા શરણે સિદ્ધા શરણે, સાહુ શરણે, કેવળીપત્તો ધમ્મો શરણં' એ ચારે બોલ વિકલ્પ છે. એ નિશ્ચયથી શરણ નથી. અરિહંત શરણ નથી, સિદ્ધ શરણ નથી, સાધુ શરણ નથી, અરે...! કેવળીએ પ્રરૂપેલો ધર્મ એ તો પર્યાય છે, એ પણ શરણ નથી ! અંદર ચિદાનંદ ભગવાન | (આત્મા) શરણ છે !! આહા..હા..! ઉત્તમ મંગલિક, ઉત્તમ શરણ ને ઉત્તમ દાતા...! આહા..હા...! એ પ્રભુ અંદર ભર્યો છે, ભાઈ ! પણ તને ખબર નથી. આહા..હા..! એવો તું ભગવાન છો ! એ પામર થઈને ફરે...? આહા..! એ કહે છે : (આત્મામાંથી) શાંતિ પ્રગટ કરી હશે (તો) એ એક જ તને શરણ આપશે.. “એક જ (શરણ આપશે) ! “ણમો અરિહંતાણં ણમો અરિહંતાણંકર તો પણ એ શરણ નહિ આવે, (એમ) કહે છે. આહા..હા..! ભગવાનનું નામ લ્યો. ભગવાનનું નામ લ્યો, ભાઈ ! (એમ લોકો કહે છે ને ?) આહા..હા..! ભગવાનનું નામ લેવું એ વિકલ્પ પણ રાગ છે. આ.હા..હા..! અંતર આનંદ સ્વરૂપ ભગવાન છે એનું જ્ઞાન કરીને લક્ષ તો કર ! બીજા તરફનું લક્ષ છોડી દે ! બીજાથી કંઈ પણ કલ્યાણ ને શ્રેય નથી. આત્મામાં એ સંસ્કાર નાખ્યા વિના આગળ જઈને સમકિત પામશે નહિ. આગળ જઈને મિથ્યાત્વમાં ચાર ગતિમાં પાછો રખડશે. મનુષ્યપણું હારી જશે. એ (અહીંયા) કહે છે . ....તે એક જ તને શરણ આપશે. એ ચાર મંગલિકને પણ ‘અમંગલિક કહ્યાં છે ! આહા..હા..! પદ્મનંદી પંચવિંશતીમાં એકત્વ સપ્તતિ' નામનો અધિકાર છે. ત્યાં એમ લીધું છે કે, એ ચાર શરણ નથી. શરણ અંદર ભગવાન આત્મા છે ! આહા..હા..! અંદર અખંડાનંદ પ્રભુ શાંતિનો સાગર, અતીન્દ્રિય તેના પ્રકાશવાળો . ચેતનના પ્રકાશનો પૂંજ પ્રભુ અંદર છે. પણ તારી નજરું ગયા વિના તને નિધાન દેખાશે નહિ. આહા...! રાગ અને પર્યાયના પ્રેમમાં રોકાઈ જઈ અને સ્વને ભૂલીને એ રખડે છે. સાધુ થયો ! દિગંબર સાધુ..., નગ્ન મુનિ (થયો) ! અઠ્ઠાવીસ મૂલગુણ પાળ્યાં, પંચ મહાવ્રત ધારણ કર્યા પણ આત્મજ્ઞાન વિના શૂન્ય થયું. આહા.હા..!

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268