Book Title: Vachnamrut Rahasya
Author(s): Vitrag Sat Sahitya Prasarak Trust
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 260
________________ - -- વચનામૃત રહસ્ય ૨૪૫ શક્તિ છે ને ? આ (આત્મામાં) સર્વજ્ઞ શક્તિ છે. આત્મા સર્વજ્ઞ સ્વભાવી જ છે. એવું જેને ભાન થયું અને એમાં જેને રટણતા લાગી એ સર્વજ્ઞ થયાં. એવા અનંતા સર્વજ્ઞ થઈ ગયાં. એ સર્વજ્ઞ પોતાના અનંતા ગુણોની, અનંતી પર્યાયને અને એક-એક પર્યાયનાં અનંતા અવિભાગ પ્રતિચ્છેદને (જાણે છે). (અવિભાગ પ્રતિરચ્છેદ કહ્યું) એ શું? એક સમયના જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોક જણાય, તો એક પર્યાયમાં કેટલા ભાગ પડ્યાં ?! એક કેવળજ્ઞાનની પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોક જણાય. એક પર્યાયમાં એટલી તાકાત છે). ! એના એટલા ભાગ પાડો તો અનંતા અવિભાગ પ્રતિચ્છેદ થાય). ' અ-વિભાગ એટલે ભાગ ન કરાય એવા પ્રતિચ્છેદ નામ અંશો. કેવળજ્ઞાનની એક સમયની એક પર્યાયમાં અનંતા- પ્રતિચ્છેદ છે. એવાં એવાં અનંતા ગુણોની અનંતી પર્યાયમાં, એક એક પર્યાયમાં અનંતા પ્રતિચ્છેદ છે. એને પણ ભગવાન એક સમયમાં જાણે છે.. આ...હા..હા...! એવી તાકાતવાળો તું છો એમ બતાવે છે ! અરે.... પણ બેસે કેમ ? આહા...! આ જગતની જાળ... આખો દિ' જાળમાં - પાપામાં) રોકાણો. ધર્મ તો નથી પણ પુણ્યના પણ ઠેકાણાં નથી ! એકાદ) કલાક પૂજા-ભક્તિ આદિ શુભ ભાવ કરી લે (પછી) આખો દિ પાપમાં....! થઈ રહ્યું....! એ પુણ્ય (પણ) ધોવાઈ જાય, (એ) પુણ્ય બળી જાય ! આ..હા..હા..! અને ઓલા પાપની અધિકાઈ થઈ જાય. એ પાપની અધિકતાથી મરીને જાય હલકી ગતિમાં ! અહીં કહે છે (જે) સર્વજ્ઞ થયા (એ) ....પોતાના સર્વગુણોના ભૂત-વર્તમાનભાવી પર્યાયોના અવિભાગ પ્રતિચ્છેદો સહિત - પ્રત્યક્ષ જાણે છે.' કેવળજ્ઞાની ત્રણ કાળ ત્રણ લોક જાણે છે. “જે જે દેખી વીતરાગનેતે તે હોસી, વીરા આ...હા..હા...! ભગવાનનાં જ્ઞાનમાં જે આવ્યું છે તે સમયે તે પર્યાય થવાની જ છે. એવી પર્યાયનું જ્ઞાન સર્વજ્ઞને એક સમયમાં આવી ગયું છે. એ સર્વજ્ઞ બીજાની પર્યાયના કુર્તા નથી, જ્ઞાયક છે - કર્તા નથી. ભગવાને જાણ્યું માટે પરમાં પર્યાય થઈ, એમ નથી અને પરમાં પર્યાય થઈ માટે સર્વજ્ઞને જાણવાનું થયું એમ પણ નથી. આહા..હા..! * સ્વની જાણવાની પર્યાયની તાકાત એટલી છે કે, સ્વના અનંતા (અવિભાગ) પ્રતિચ્છેદ, અનંતા ગુણો અને દ્રવ્ય - બધાંને) એક સમયમાં * * નામ

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268