________________
૨૪૬
વિચનામૃત-૪૧૩] પોતાના જ્ઞાનના સામર્થ્યથી જાણે છે, એનું નામ સર્વજ્ઞ પરમાત્મા કહેવાય છે. આહા..! એ સર્વજ્ઞ પરમાત્માની જેને પ્રતીતિ થાય તેને સમ્યગ્દર્શન થયાં વિના રહે નહિ. કેમકે સર્વજ્ઞ સ્વભાવ જ આત્માનો છે ! આહા..હા...! આવું આકરું છે. એ પોતે જ સર્વજ્ઞ સ્વરૂપ છે.
સમયસાર = ૪૭ શક્તિમાં સર્વજ્ઞ સ્વભાવમાં એમ કહ્યું છે કે, “સર્વ શબ્દ ભલે અમે લગાડ્યો પણ છે “આત્મજ્ઞ. કેવળી ત્રણ કાળ ત્રણ લોકને જાણે (છે) એમ અમે કહ્યું એ તો એક ઉપચારથી કહ્યું. બાકી એ છે - “આત્મજ્ઞ !” આત્માની પર્યાયને જાણનાર એમાં લોકાલોક તો સહેજે જણાઈ ગયા છે. એની લોક ઉપર નજર નથી. એવી સર્વજ્ઞ શક્તિ દરેક આત્મામાં બિરાજમાન છે. એ શક્તિની સંભાળ કરે તો સમ્યગ્દર્શન અને સર્વજ્ઞ થયા વિના રહે નહિ. વિશેષ કહેશે.........
હે ભવ્ય ! રાગ એ મારું કાર્ય છે. રાગ તે હું છું – એવો અકાર્ય કોલાહલ છોડી દે. શુભરાગ છે એ પણ તારું કાર્ય નથી. રાગ એ તારું અકાર્ય છે. દયા-દાન-વ્રત-તપ-ભક્તિનો રાગ હો કે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ-રાગ હો પણ એ નકામો કોલાહલ છે. એ કોલાહલથી તને શો લાભ છે પ્રભુ! એ કોલાહલથી તું વિરક્ત થા. પુણ્યના પરિણામના કાર્યથી તું છૂટો થા.
(પરમાગમસાર-૪૩૭)