________________
-
-
-
૨૩૪
[વચનામૃત-૪૧૨] નથી, એમ ધ્રુસકે ધ્રુસકે રોશે જી...' દેહથી છૂટા (આત્માનું) જ્ઞાન કર્યું નથી અને દેહ ને રાગની એકતાબુદ્ધિમાં જિંદગી ગાળી છે. ભલે (શાસ્ત્રના) જાણપણા કર્યા હોય, ક્રિયાકાંડ કરી હોય એ કાંઈ ત્યાં શરણભૂત નથી. શુભભાવ , કર્યા હોય તો પુણ્યના પરમાણુ બંધાણાં હોય, એને વર્તમાનમાં તો શુભ
ભાવ છે નહિ. મરતાં મરતી વખતે) પૂર્વે પુણ્ય-પાપ કર્યા હોય એના પરમાણુ પડ્યાં હોય. એ પરમાણુ શું શરણ આપે ? આહા...હા...! સમજાય છે કાંઈ? - હવે તો સમયસાર વાંચવાનું આવશે. એથી આ જરી છેલ્લી વાત બેનના વચનામૃતની લીધી. કાલે સવારમાં તો વ્યાખ્યાન નથી. બપોરે સમયસાર ચાલશે. આહા..હા..!
....સગાંસંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઈ રહે, તોપણ શું કોઈ તને શરણભૂત થાય એમ છે ?' આ..હા...હા...! એ (બધા) જોવે કે, આ હવે નહિ બચે. થઈ રહ્યું.... એ ઊભાં ઊભાં જોવે ને રોવે ! અને તે પણ એ મરીને ક્યાં ગયો, તેને માટે રોતાં નથી. એ મરીને કઈ ગતિમાં ગયો ? ઢોરમાં કે નરકમાં (ગયો, એને રોતાં નથી ! એની પોતાની વર્તમાન સગવડતા જાય છે, એના તરફથી સગવડતા મળતી હતી, એને (એ) રોવે છે !! આ..હા..હા...! કોઈએ એમ પૂછયું છે કે, આ મરીને ક્યાં ગયો ? એમ વિચાર કર્યો છે મરતાં ? આ તિર્યંચમાં ગયો કે એકેન્દ્રિયમાં ગયો કે લીલોતરીમાં ગયો ? આહા..હા..! (એ) મરતાં એણે કોઈ આવો વિચાર કર્યો છે ? આ..હા..હા...! ફક્ત એ દુકાનને સાચવતો અને વિષયમાં અનુકૂળ હતો, એ સગવડતા ગઈ એને એ રોવે છે. એ મરીને નરકમાં ગયો તો મારે
ક્યાં (નરકમાં) જાવું છે !આ...હા..હા..હા..! એ મરીને નરકમાં ગયો કે તિર્યંચમાં ગયો . કોઈ દિ વિચાર કર્યો છે ? બાયડી મરી, છોકરો મર્યો, છોડી મરી, વહુઓ મરી... આ મરીને ક્યા સ્થાને ગઈ હશે ? એનો વિચાર કર્યો છે ? અમારી સગવડતા ગઈ એને રોવે છે ! એ ભલે નરકમાં ગયો હોય, તિર્યંચમાં - ઢોરમાં ગયો હોય....! આ..હા..હા...! આવી સંસારની સ્થિતિ છે !!
એમાં જો આ આત્માની ભાવના (ન કરી), રાગથી ભિન્ન પાડવાના સંસ્કાર (પ્રાપ્ત) ન કર્યો... આહા..હા...! વિકારના વેદનથી પ્રભુનું આનંદનું વેદન જુદું છે, એવા સંસ્કાર જો પ્રાપ્ત) ન કર્યા તો) પ્રભુ ! (તારી) ગતિ બગડી જશે.