________________
વચનામૃત રહસ્ય
૨૩૫ ત્યાં કોઈ સહારો ને સથવારો નથી. ત્યાં કોઈ જગતની સફારશ લાગુ પડતી નથી કે, ભાઈએ બહુ આવું કર્યું હતું, અમારું (આમ) કર્યું હતું. અમારું તેમ). કર્યું હતું, અમારી નાતમાં અગ્રેસર હતો, અમારો પ્રમુખ હતો. અમારો ફલાણો હતો ત્યાં કોઈ આવી) સફારશ કામ આવે એવું નથી, આહા..હા..! એ મીને એકલો ટળવળતો..... ટળવળતો.. છૂટીને ચાલ્યો જશે !
દેહ ને રાગ અને આત્મા તન્ન ભિન્ન છે એવા સંસ્કાર જેણે નાખ્યાં નથી, (આત્માનો) અનુભવ તો ભલે ન હો, પણ સંસ્કાર પણ નાખ્યાં નથી આહા...! બહારની અનુકૂળતાની ચીજમાં રાજીપો કરીને રખડી મર્યો છે.
એ અહીં કહે છે, “....ટગર ટગર જોઈ રહે, તોપણ શું કોઈ તને શરણભૂત થાય એમ છે ? જો તેં શાશ્વત સ્વયંરક્ષિત જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની....' આ..હા..હા...! આ કરવાનું છે. લાખ વાતની વાત...! છ ઢાળામાં આવે છે. લાખ વાતની વાત, નિશ્ચય ઉર. આણો, છોડી જગત ધંધ-કુંદ નિજ આત્મ ઉર ધ્યાવો' . એ વિના બધાં થોથે-થાથા (છે). રોઈને - મરીને બધાં જવાનાં ઢોરમાં !! આહા..હા..! આર્ય માણસ હોય એટલે માંસ ને દારૂ તો ન ખાતાં હોય એટલે એને તિર્યંચની - ઢોરની . પશુની વચલી દશા આવવાની. અનંતે કાળે એમાંથી પાછું મનુષ્યપણું ક્યારે મળશે ? આ..હા..હા..! અરે...! એણે વિચાર કર્યા નથી. પરના વિચાર ને પરના કાર્યમાં રોકાઈને પોતે પોતાનું બગાડ્યું છે. એની એને ખબર નથી કે હું મારું બગાડું છું !! આહા..!
“જો તેં શાશ્વત સ્વયંરક્ષિત....' અંદર શાશ્વત ભગવાન છે (એ) સ્વયંરક્ષિત છે. એને સુરક્ષિત) રાખે તો રહે, એવું નથી. (એવો) ચૈતન્ય ભગવાન સ્વયં રક્ષિત છે. સ્વયં - પોતે પોતાથી રક્ષાયેલો છે. આ..હા...હા..! ...સ્વયંરક્ષિત જ્ઞાનાનંદસ્વરૂપ...” અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદસ્વરૂપ એવા ...આત્માની પ્રતીતિ - અનુભૂતિ કરી આત્મઆરાધના કરી હશે....' આ..હા..હા..! આ કરવાનું છે) ! બીજું બધું તો બહારની ધમાલ ને ગમે તે હો ! આહા..હા..! શું કહ્યું ?
‘શાશ્વત સ્વયંરક્ષિત...' ભગવાન (આત્મા) તો અંદર સ્વયંરક્ષિત છે. કોઈ રાખે તો રહે, ન રાખે તો ન રહે (એવું નથી. એ તો નિત્યાનંદ પ્રભુ છે ! સત્ ચિદાનંદ પ્રભુ ! દેહ દેવળમાં બિરાજમાન સ્વયંરક્ષિત છે. આહા..હા...! એની સામું જો! એને જો ! કાંઈક છે અંદર !! અંદરમાં નિધાન ભર્યું