________________
૨૩૩
વચનામૃત રહસ્ય ભલે ધનના ઢગલા કરે.... આ કરોડ (રૂપિયા) આપું, કોઈ દાક્તર બચાવે ! એક ઘડીના આટલા પૈસા આપું - પાંચ લાખ - દસ લાખ (આપુ) (જો) કોઈ બચાવે (તો) ! એ સમયે બચાવવાને કોઈ સમર્થ નથી. તારા અબજો (રૂપિયાના) ઢગલા પડ્યા હશે, પણ તારી એ) ધૂળ પડી રહેશે. હાલીને હાલ્યો જાઈશ ઢોરમાં !! માંસને દારૂ કદાચ ખાધાં નહિ હોય તો પણ મરણ કરીને પશુમાં જશે. - સિદ્ધાંતમાં એવો લેખ છે કે ઘણાં જીવો તિર્યંચ - પશુમાં અવતરવાના ! કેમકે ધર્મ નથી એટલે કે, સમ્યગ્દર્શન નથી, તેમ આખો દિ' પાપ કર્યા છે, પુણ્યના પણ ઠેકાણા નથી, એક-બે ઘડી પુણ્ય બાંધ્યું હોય અને ૨૩ કલાક પાપ (કર્યા હોય) ! આ..હા..હા..! એ બધાં) મરીને ઢોરમાં - તિર્યંચમાં - પશુમાં અવતરવાના ! મનુષ્યની મોટી સંખ્યા મરીને તિર્યંચમાં અવતરશે. - એવા સિદ્ધાંતમાં લેખ છે. આહા..હા... પશુ થશે, પછી ક્યારે મનુષ્યપણું મળશે? ક્યારે તેને જિનવાણી સાંભળવા મળશે ? (પછી આત્મહિત કરવાના) ટાણા એને નહિ રહે. આહા..હા..!
અહીંયા કહે છે ....વેદ્ય-દાક્તરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે વળીને ઊભેલાં સગાંસંબંધીઓ.... આ તો બધું નજરે જોયેલું ! આ..હા..હા..! સગાવહાલાંઓનો આખો ઓરડો ભરેલો. ઓલો રોવે ને મરવાની તૈયારી ! આહા..હા..! બાયડી નવી પરણેલો ને દુઃખનો પાર ન મળે....! ધર્મ કર્યો નહોતો, ધર્મ સાંભળવાના જોગે દરકાર (કરી) નહિ. બે ઘડી કદાચિત્ ક્યાંય ગયો હોય ને પાછી ૨૩ કલાક હોળી સળગતી હોય !! આ..હા..હા..! એ ૨૩ કલાકના પાપ (એની સામે) તારા બે ઘડીના પુણ્ય બળી જવાના. ઝીણી વાત છે, પ્રભુ !
એ અહીંયા કહે છે ....ટોળે વળીને ઊભેલાં સગાંસંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઈ રહે.... આ..હા...હા..! “એક રે દિવસ એવો આવશે.... આહા...! એક રે દિવસ એવો આવશે ત્યારે કોઈ તારી સામું નહિ જોવે. આહા...! સ્ત્રી આમ જોશે... અરેરે...! આ કાયામાં હવે કાંઈ નથી. એમ ધ્રુસકે ધ્રુસકે... રોશે ! છતાં એનો એક સમય બદલશે નહિ. આ..હા..હા..! એક રે દિવસ એવો આવશે, જાણે જન્મ્યા જ નહોતા જી. સગી રે નારી રે તારી કામની, એ ઊભી ટગ ટગ જોશે જી, આ રે કાયામાં હવે કાંઈ