________________
૨૩૧
વિચનામૃત રહસ્ય પણ જેને એ નથી પણ ક્રોધ, માન, માયા, લોભ (આદિ) કષાય છે અને ધર્મ નથી, આત્મજ્ઞાન નથી, તેમ રાગની મંદતા પણ નથી . એવા જીવો મરીને તિર્યંચ નામ ઢોર થાય. આહા..હા..! અહીં મોટો કરોડાધિપતિ હોય એ પણ મરણ પછી દેહ છૂટીને ઘોડાની કૂખે કે ગાયની કૂખે જઈને અવતરે ! આ..હા..હા..! આવા મરણ પ્રભુ ! અનંતવાર કર્યા છે. પણ તેં તારી ચિંતા કરી નથી કે મારું શું થશે ? બહારની વાતુમાં ગૂંચવાઈ ગયો છે. આહા..હા..!.
(અહીંયા) કહે છે “તને કેટલું દુઃખ થશે ? મરણની વેદના પણ કેટલી હશે ? આ..હા..હા...! શ્વાસ હાલે નહિ, અંદરમાં રુવાંટે રુવાંટે રાડ નાખે એવી તીખાશ - દુઃખની વેદના હશે. આ..હા..હા..! પહેલેથી જો ચેત્યો નથી, ક્રિયાકાંડ નહિ પણ આત્માને રાગથી ભિન્ન જાણીને સત્ ચિદાનંદ પ્રભુ મારું સ્વરૂપ (છે, એમ જાણવું પડશે). અનુભૂતિ (સ્વરૂ૫) ભગવાન આત્મા ! સવારમાં આવ્યું હતું. અનુભૂતિ (સ્વરૂ૫) ભગવાન આત્મા (એક) સમયની (જ્ઞાનની) પર્યાયમાં જણાય છે, દરેકને જણાય છે. છતાં તેનું જાણવા તરફનું લક્ષ નથી. આહા..હા..!
પરમાત્મા એમ કહે છે કે તે-તે સમયમાં આત્મા (જ જણાય છે. એની પર્યાયનો એવો ધર્મ છે (કે) એમાં ભગવાન આત્મા જ જણાય છે. પણ તે એની તરફ જોતો નથી. જણાય છે તેને જોતો નથી અને નથી જણાતું તેને જોતાં મરણ કરે છે. આહા....! એ બધાં તિર્યંચ ને નરકમાં અનંતવાર અવતાર કર્યા ને કરશે. ત્યાં એના પૈસા, અબજ કે કરોડ રૂપિયા) આડા નહિ આવે. દાન કર્યા હશે, (એમાં પણ) રાગની મંદતા કરી હોય તો સહેજ શુભ (ભાવ) થાય. પણ એ બધું) “એરણની ચોરી ને સોયના દાન જેવું છે). (અર્થાતુ) આખો દિ ના પાપ અને એમાં એક-બે ઘડી કાંઈક શુભ ભાવ, (કર્યા હોય તો તેની) કોઈ ગણતરી નથી. એ શુભ ભાવ ફીટી જશે. .
પ્રભુ ! દેહ છૂટ્યા પછી ક્યાં જઈશ ? (અહીંયા) કહે છે, મરણની વેદન પણ દોહ્યલી (હશે). મને કોઈ બચાવો (એમ તને થાતું હશે). - રાજકોટમાં એકવાર એક ભાઈને એકદમ અંદર કાંઈક થઈ ગયું. બધું કુટુંબ ભેગું થયું. બધાં કરોડપતિ માણસ ! અને અંદર પીડા (થાય). નાની ઉમર (હતી), નવો પરણેલો... આંખમાંથી આંસુની ધારા હાલી જાય. બીજા . કહે, “બોલાવો મહારાજને !” આહા..હા..! જુવાન માણસ આમ ! (પણ)