Book Title: Vachnamrut Rahasya
Author(s): Vitrag Sat Sahitya Prasarak Trust
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 247
________________ ૨૩૨ [વચનામૃત-૪૧૨] પીડા...પીડા...પીડા... કરોડોપતિ બધાં કુટુંબી ભેગા થયા. આખું ઘર ભરાઈ ગયેલું અને આંખમાંથી આંસુની ધારા હાલી જાય...! (બોલતો હતો. મારાથી સહન થતું નથી, મને અંદર એટલી વેદના છે, શું કહું ?” એમ કરતાં કરતાં એકદમ અસાધ્ય થઈ ગયો. એના ભાઈ હતાં એને એમ થયું કે એના હાથે) મહારાજને કાંઈક આપે તો કાંઈક પુણ્ય તો બાંધે ! (એટલે એના હાથમાં મોસંબી કે (એવું) કાંઈક આપ્યું. પણ હાથ ધ્રુજે અને અંદર મરણની વેદના !! જુવાન માણસ... એ વેદના બાપુ ! સહી ન જાય. બહાર કોઈ તને મદદ નહિ કરે. આહા..હા..હા...! એ “મરણની વેદના કેટલી હશે ? મને કોઈ બચાવો... ......! એમ રાડ્યું પાડશે. ....એમ તારું હૃદય પોકારતું હશે. પણ શું તને કોઈ બચાવી શકશે ?” અરે...! કરવાનું પ્રભુ...! રાગથી ભિન્ન કરવાનું કર્તવ્ય છે. એ જો ન કર્યું આ..હા..હા..! ક્યાં જાવું ? આખો દિ બળતરા ! અને આખો દિ કર્તા બુદ્ધિ - આ કર્યું ને આ કર્યું ને આ કર્યું....! દીકરાને માટે આમ કર્યું ને દીકરી માટે આમ કર્યું ! બાપુ ! મરતાં ભીંસ પડશે !! તારા દુઃખને સહન કરતાં દેખનારા રોશે ! એવી પીડા જગતમાં અનંતવાર થઈ છે. એ અહીં કહે છે કે, તને કોઈ બચાવી શકશે નહિ. (રાજકોટમાં તો) આ નજરે જોયેલું. બધાં બિચારા આમ જોતાં હતાં. કુટુંબી કરોડપતિ બધાં ભેગાં થયાં. પેલાની મરવાની તૈયારી...! હાય..હાય...! આંસુની ધારા હાલી જાય...! કોણ બચાવે પ્રભુ ? શરીરની સ્થિતિનો જે છૂટવાનો ને વેદનાનો સમય છે. તેને કોઈ ફેરફાર કરી શકશે નહિ. કોઈ બૂચાવી શકતું નથી, “તું ભલે ધનના ઢગલા કરે,. કરોડો રૂપિયાની લક્ષ્મી, ત્યાં ખર્ચે તો પણ) એ કાંઈ દુઃખથી છૂટશે નહિ. આહા..હા.! વૈદ્ય-દાક્તરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે. મુમુક્ષુ : (ડૉકટર લોગ) રોજ કઈકો બચાતે હૈ ! - પૂજ્ય ગુરુદેવશ્રી : વહી બાત કરતે હૈં. કિસીકો બચા સકતે નહીં. આ..હા..હા..! એ વાત અંદરમાં પેસવી જોઈએ, હોં...! ઉપર ઉપરથી વાત કરે એમાં કાંઈ વળે એવું નથી ! આહા..હા..! અહીં તો બેને વૈરાગ્યની વાત કરતાં આ વાત લીધી છે. અરે...! તું -- - . ગ, - - - - - - - - - - - - -

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268