________________
૨૩૦
[વચનામૃત-૪૧૨] પડે એવો નથી. એ ગમે તેટલી દવા કરાવે કે દાક્તર (બોલાવે. મરણનો સમય ક્રમબદ્ધમાં જે સમયે, જે ક્ષેત્રે જે કાળે જે નિમિત્તે, જે સંયોગે દેહ છૂટવાનો તે છૂટવાનો, છૂટવાનો ને છૂટવાનો. એનો એક સમય માત્રાનો) પણ ફેરફાર કરવા કોઈ સમર્થ નથી). ઇન્દ્ર, જિનેન્દ્ર (પણ), સમર્થ નથી ! સ્વામી કાર્તિકેયમાં આવે છે. એક સમયની) જે દ્રવ્યની પર્યાય થાય છે, તેને ફેરફાર કરવા ઇન્દ્ર, જિનેન્દ્ર પણ સમર્થ નથી. આ..હા..હા..! તો મરણનો સમય ફેરવવા ત્રણ કાળમાં કોઈની તાકાત નથી. આહા...!
બહારની એક ચીજ છોડતા તને દુઃખ થાય છે,...' કહે છે. બહારની એક ચીજ છોડતાં દુઃખ થાય (કે) અરેરે...! સ્ત્રી છોડી, ફલાણું ખાવાનું છોડ્યું, મકાન છોડ્યાં, ઘર છોડ્યાં, પરદેશમાં ગયા.... (એમ) એક ચીજ છોડતાં તને દુઃખ લાગે છે ....તો બહારનાં બધાંય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એકસાથે છૂટતાં....” આ..હા..હા..! બહારનાં સંયોગ - દ્રવ્ય, કાળ અને ભાવ, એક સમય(માં) બધું છૂટી જશે. જે સમયે છૂટવાનો (છે) તે સમયે છૂટી જશે. એમાં ફેરફાર કરવાને કોઈ સમર્થ નથી. આહા...!
...તને કેટલું દુઃખ થશે ?' એક ચીજ છોડતાં દુઃખ થાય (પણ) બધું છૂટી જશે. આ દેહનો શ્વાસ પણ નહિ રહે. એ એના હાથમાં નહિ રહે. શ્વાસમાં પણ ચૈતન્યનાં પ્રદેશ છે. શું કીધું ? જે આ શ્વાસ ચાલે છે ને ? (એમાં) એકલાં જડના પરમાણુ નથી. એમાં ચેતન્યના પ્રદેશ છે. શ્વાસ પોતાને કારણે ચાલે છે. આહા...હા...! આ શ્વાસ ચાલે છે ને શ્વાસ ? જડના પરમાણુની પર્યાય (છે), પણ એમાં આત્માના પ્રદેશ છે. પણ એ શ્વાસ (પણ) બંધ થશે ત્યારે આત્માના પ્રદેશ તે શ્વાસને હલાવવા કામ નહિ કરે. આહા..હો..હા..! શ્વાસ હલાવવાનું કામ એ નહિ કરે ત્યારે એ બીજું ક્યુ (કામ) કરશે ? આહા...!
આખો દિ કર્તા..કર્તા...કર્તા... (થઈને ફરે છે). ફલાણું મેં કર્યું... ફલાણું મેં કર્યું.... ફલાણું મેં કર્યું.... આ પૈસા મેળવ્યા ને આવો વેપાર કર્યો ને આવા નોકર ભેળા કર્યા, નોકર સારા મળ્યા ! શું છે આ ? આ ભ્રમણા તને થઈ છે, ક્યાં તારે જાવું છે ? આહા..હા..!
' પરમાત્મા તો એમ કહે છે - જે માંસ અને દારૂ આદિ ખાય, શરાબ પીએ એ તો મરીને નરકમાં જવાના. એમાં કોઈ ફેરફાર થાય એવો નથી.