Book Title: Vachnamrut Rahasya
Author(s): Vitrag Sat Sahitya Prasarak Trust
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust

View full book text
Previous | Next

Page 243
________________ ૨૨૮ વિચનામૃત-૫૬] હવે રોકાવાના સ્થાન બતાવે છે. રૂપિયા, ઘર, શરીર, પુત્ર આદિમાં તું રોકાઈ ગયો. નાથ ! આહા...! દીકરીયું મોટી થઈ છે, ઠેકાણે પાડ્યું છૂટકો છે, છોકરાં મોટા થયાં છે. સારા ઘરે મારે વરાવવા છે, નહિતર આપણી આબરૂ ન રહે, સારા ઘરની દીકરી આવે તો ઠીક ! માળો ! મથે તે મથે ! દીકરીને ઠેકાણે પાડવી છે પણ સારે ઘરે નાખવી છે અને દીકરો પરણાવતાં (વખતે) પચાસ-સો ના કહેણ આવ્યાં હોય, (સામે કરોડપતિને) દીકરો ન હોય ને દીકરી પાંચ લાખ-પચ્ચીસ લાખ લઈને આવતી હોય તો એનું (કહેણ) પહેલું (સ્વીકારે). મોટાનું કહેણ સ્વીકારે ! અહીં કહે છે ત્રણ લોકના નાથ મોટાનું વેણ તો એકવાર સ્વીકાર !! આહા..હા..! રૂપિયા, ઘર, શરીર, પુત્ર આદિમાં તું રોકાઈ ગયો. અરે ! તું વિચાર તો કર કે તું આખો દિવસ ક્યાં રોકાઈ ગયો ' ક્યાં ગયો પણ તું ? બહારમાં ને બહારમાં રોકાઈ ગયો. ત્યાં ભાઈ ! આત્મપ્રાપ્તિ કેવી રીતે થાય ?' બહારમાં રોકાઈ ગયો, એમાં આત્મા કેમ મળે ? વિશેષ કહેશે...! દેહની સ્થિતિ પણ મર્યાદિત છે, કર્મની સ્થિતિ પણ મર્યાદિત છે ને વિકારની સ્થિતિ પણ મર્યાદિત છે. પોતાની પર્યાયમાં જે કાર્ય થાય છે એ પણ મર્યાદિત છે. અંદરમાં એટલે કે સ્વભાવમાં મર્યાદા ન હોય. પ્રભુ ! વસ્તુસ્વભાવ, જ્ઞાનસ્વભાવ આદિ ત્રિકાળી સ્વભાવની મર્યાદા ન હોય. ધર્મીની દષ્ટિ એ અમર્યાદિત સ્વભાવ ઉપર હોય છે. બહારના કાર્યમાં ધર્મી દેખાય પણ એ તો અમર્યાદિત સ્વભાવમાં ઝૂલે છે. ત્યાં તેની દૃષ્ટિ ચોંટી ગઈ હોય છે. (પરમાગમસાર-૪૪૧)

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268