________________
વચનામૃત રહસ્ય
૨૩૭
પણ એ બધું હેય (છે) - છોડવા લાયક છે.
આહા..હા...! અંતરનો સ્વયં આનંદ સ્વભાવ (છે, તેની) ....અનુભૂતિ કરી આત્મઆરાધના કરી હશે, આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે.... આ કરવાનું છે. લાખ વાતની વાત - નિજ આતમ ઉર ધ્યાવો ! આહા..હા..! છ ઢાળામાં આવે છે ને ? લાખ વાતની વાત નહિ... અનંત વાતની વાત ! કરોડ વાતની વાત નહિ, અનંત વાતની વાત ! અનંતી વાતની (વાત) નિજ આતમ ઉર ધ્યાવો !” અંદર મારો આત્મા પ્રભુ જ્ઞાનાનંદ સ્વભાવ છે, એના ઉપર દૃષ્ટિ કરીને એનું સેવન કર, તો તારા જન્મ-મરણના આંટા મટશે. નૈહિતર જન્મ-મરણના આંટા, ચોરાશીના અવતાર એવાને એવા ઊભા છે અને એવાને એવા ઊભા રહેશે. આ..હા..હા..! નવરાશ ક્યાં છે પણ એ ? સાંભળવા મળે તોપણ) ત્યાંને ત્યાં પડ્યો રહે. આહા.હા..!
(અહીં) કહે છે કે, ..આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે, આત્મામાં શાંતરસ પડ્યો છે, આત્મામાં અકષાય રસ પડ્યો છે. અકષાય રસ કહો, શાંત રસ કહો, ચારિત્ર ગુણ કહો, અંદર રમણતા નામનો ગુણ કહો - એવો ગુણ (પડ્યો છે). એવો શાંતરસ અનાદિ અનંત પડ્યો છે. આહા ..હા..! એ આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે,... પણ એ શક્તિરૂપે શાંતિ છે. આહા..! સ્વભાવમાં શાંતિ પડી છે. એને પર્યાયમાં વ્યક્ત - પ્રગટ કરી... આહા..!
(સમયસાર) ૪૯ ગાથામાં તો ત્યાં સુધી કહ્યું છે - આત્મા પર્યાયને સ્પર્શતો નથી ! આ..હા..હા..! શું કહ્યું ? દ્રવ્ય સ્વભાવ રાગને તો સ્પર્શતો નથી પણ એ પર્યાયને સ્પર્શતો નથી !! અને એની એ પર્યાય દ્રવ્યને અડતી નથી. ૪૯ ગાથા.... “અવ્યક્ત...!” અવ્યક્તના છ બોલ છે. એમાં આવે છે). વ્યક્ત ને અવ્યક્તનું જ્ઞાન હોવા છતાં, વ્યક્ત નામ પર્યાય અને અવ્યક્ત નામ દ્રવ્ય, બે નું જ્ઞાન હોવા છતાં તે આત્મા વ્યક્ત નામ પર્યાયને સ્પર્શતો નથી. અરરર....! આ વાત સાંભળવી કઠણ પડે ! શું કહ્યું ?
આત્મા ત્રિકાળી સ્વરૂપ છે તેને ત્યાં અવ્યક્ત _કીધું છે. અને પ્રગટ પર્યાયને વ્યક્ત કીધું છે. એ પ્રગટ પર્યાય જે છે તેનું અને અવ્યક્તનું જ્ઞાન હોવા છતાં, વ્યક્ત નામ પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. આ..હા..હા..! ગજબ વાત છે ! (એમ માનવાને) ઠેકાણે, એને આમ અડાડું છું ને શરીરને આમ કરું છું શરીરથી ભોગ લઉં છું.... એમ માને છે). આ..હા..હા..! પ્રભુ.. પ્રભુ...
=
=
-.