________________
૨૩૬
[વચનામૃત-૪૧૨] છે !! આહા..હા..! એ નિધાન જોવાને નવરો થતો નથી. આહા..! બહારની હોંશુ ને હરખ (આડે નિધાન જોવા નવરો થતો નથી ! - સ્તવન છે.... એક સ્તવન ! ચાર સઝાયમાળા છે, ચાર સ્વાધ્યાય છે. એક-એકમાં ૨૦૦-૩૦૦ સ્વાધ્યાય છે. એક-એક સ્વાધ્યાયમાં દસ-દસ, પંદરવીસ શ્લોક છે. એવા ચાર (સ્વાધ્યાય છે). હું તો દુકાન પર હતો (ત્યારે) મેં મગાવ્યાં હતાં. વીસ વર્ષની ઉમરે...! બધાં વાંચેલાં. એમાં એક આ આવ્યું હતું. હોંશિડા હોશ ન કીજિએ . હે જીવ ! તારી ચૈતન્યની સત્તા છોડીને પરની હોંશમાં હોંશ ન કરીશ પ્રભુ ! આ..હા..હા..! સક્ઝાય છે. ચાર સક્ઝાય માળા છે, શ્વેતાંબરમાં છે. તે વખતે તો દુકાન ઉપર બધાં પુસ્તક મગાવેલા. એક-એકમાં ૨૫૦-૩૦૦ સક્ઝાય (છે) એવી ચાર સક્ઝાયમાળા છે. એમાં એક આ હતું. આ..હા..હા..! પ્રભુ ! તું હોંશ ક્યાં કરે છે ? તારું સ્વરૂપ અંદર જ્ઞાનાનંદ ભર્યું છે, એના તરફની તને હોંશ આવે નહિ, એના તરફનો તને પ્રયત્ન આવે નહિ, એના તરફનો તને હરખ આવે નહિ અને એના વિના તને આ પુણ્ય ને પાપ અને તેના ફળમાં હરખ ને હોંશે આવે છે) ! પ્રભુ ! મરી ગયો તું ! આહા..હા..હા..! છે ?
...સ્વયંરક્ષિત જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની પ્રતીતિ.... એ પ્રતીતિ કેમ થાય ? એ વાત તો આપણે આખો દિ' ચાલે છે. દેહ પણ હું નહિ, વાણી હું નહિ, મન હું નહિ, પાપના પરિણામ હું નહિ, પુણ્યના પરિણામ હું નહિ, એક સમયની પર્યાય ઉપર દૃષ્ટિ નહિ, આ..હા..હા..! હું (તો) ત્રિકાળી સ્વસંવેદન સ્વયંરક્ષિત આત્મા છું. તેની પ્રતીતિ કરી હોય.... તે સ્વરૂપની પ્રતીતિ (પોતે) પર્યાય છે, પણ પ્રતીતિ કરવી કોની ? ત્રિકાળ જ્ઞાયકસ્વરૂપની ! આહા..હા..!
હવે આમાં બહારમાં હોળી હળગતી હોય, પચ્ચીસ-પચાસ લાખ પેદા થતાં હોય, (એક) દિવસની લાખોની પેદાશ હોય (એમાં) એ મૂંઝાઈ ગયો. છોકરાં સારા પાક્યા હોય.... થઈ રહ્યું ! જાણે અમે ક્યાંય ચડી ગયા ! બાપુ...! એ બધું નાશવાન છે, ભાઈ !
આ સ્વયંરક્ષિત પ્રભુ જ્ઞાનાનંદ સ્વભાવની પ્રતીતિ તેની અનુભૂતિ બે (શબ્દ) છે ને ? તેની પ્રતીતિ અને તેની અનુભૂતિ. કરી આત્મઆરાધના કરી હશે.... આ..હા..હા..! “આત્મઆરાધના' ! પુણ્યની આરાધના ને રાગની આરાધના, વ્યવહારની આરાધના - એ નહિ. આવે વ્યવહાર, વચ્ચે આવે.
-
૪
-
S. . :--
-
-
--
-